Work Out પહેલાં આટલું ધ્યાન નહીં રાખો તો...બકરું કાઢતા પેસી જશે ઊંટ! ખુબ કામ લાગશે આ જાણકારી

ઘણાં લોકો ફીટ રહેવા માટે જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે. પણ જો ઓવર વર્ક આઉટ કરવામાં આવે કે પછી વર્ક આઉટ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો બકરું કાઢતા ઊંટ પેસે એવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Work Out પહેલાં આટલું ધ્યાન નહીં રાખો તો...બકરું કાઢતા પેસી જશે ઊંટ! ખુબ કામ લાગશે આ જાણકારી

નવી દિલ્લીઃ વર્કઆઉટ પહેલાં વોર્મઅપ ખૂબ મહત્વનું છે. કારણ કે, તે તમારા સ્નાયુઓ અને શરીરને વર્કઆઉટ માટે તૈયાર કરે છે. જેના કારણે તમારા સ્નાયુઓ ઝડપથી મસ્કુલર થઈ જાય છે અને વર્કઆઉટ દરમિયાન ઈજા થવાનું જોખમ પણ ઓછું થાય છે. જો તમે વર્કઆઉટ પહેલાં સંપૂર્ણ બોડી વોર્મઅપ કરો છો, તો પછી તમને સ્નાયુઓમાં તણાવ, સ્નાયુ ફાટી જવા અથવા દુખાવો થવાનું જોખમ નથી. ચાલો જાણીએ શ્રેષ્ઠ વોર્મઅપ કસરતો વિશે.

5 મનિટમાં કરો વોર્મઅપ કસરત:

દોરડા કૂદો:
દોરડા કૂદવા વોમઅર્પ કસરત છે. જેના કારણે શરીરના તમામ સ્નાયુઓ સક્રિય થઈ જાય છે. આ કસરત કરવા માટે, તમારે ફક્ત દોરડાની સહાયથી કૂદવાનું છે. આ કસરત માત્ર એક મિનિટ કરો

અલ્ટરનેટ ની હગ્સ:
1 મિનિટ માટે અલ્ટરનેટ ની હગ્સ  કરો. આ કસરત કરવા માટે,  પગ સામાન્ય પહોળા કરીને ઉભા રહો... હવે એક પગને ઉંચો કરીને  છાતીની નજીક લાવો અને ઘૂંટણને બંને હાથથી પકડો. પછી તે જ પ્રક્રિયાને બીજા પગ સાથે પુનરાવર્તન કરો.

વૉક-આઉટ પ્લૈંક:
તમે ફક્ત દોઢ મિનીટ માટે વોક-આઉટ પ્લેક્સ કરો.... આ કરવા માટે, તમારા પગને સામાન્ય પહોળા કરીને ઉભા રહો.... પછી કમરને વાળી અને હથેળીને જમીન પર મૂકો. હવે હથેળીની સહાયથી આગળ વધો અને હથેળીની મદદથી હાઈ પ્લૈંક પોઝીશનમાં આવો...

હાઈ-ની:
તમે ઘૂંટણની પ્રેક્ટિસ પણ કરી શકો છો. આ માટે, તમારા પગ પહોળા કરીને ઉભા રહો અને તે જ સ્થળે દોડતી વખતે તમારા ઘૂંટણને તમારી કમરથી ઉપર લાવવાનો પ્રયાસ કરો. આ કસરત દોઢ મિનિટ સુધી કરો.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news