પ્રેગનન્સી બાદ વજન વધી ગયું છે Don't Worry, આ ખાસ ટિપ્સથી બોડીને બનાવો Slim & Trim

Weight gain during pregnancy: વજન વધી જતાં ઘણી વાર ન ગમતાં આઉટફિટ સાથે સમાધાન કરવું પડે છે. જો સુંદર ફિગર હોય તો દરેક આઉટફિટ સુંદર લુક આપે છે. ખાસ કરીને ડિલીવરી પછી વજન વધી જતું હોય છે. આ માટે જ માનુનીઓ વજન ઉતારવાના નુસખા અજમાવવા માટે તત્પર હોય છે.

પ્રેગનન્સી બાદ વજન વધી ગયું છે Don't Worry, આ ખાસ ટિપ્સથી બોડીને બનાવો Slim & Trim

Pregnancy Tips : સ્ત્રીઓને ડિલિવરી પછી વજન વધી જાય છે કારણ કે ડિલિવરીમાં ઘીવાળો વધુ ખોરાક આપવામાં આવે છે અને પૂરતો આરામ હોય છે. આ બધાં જ કારણોને લીધે સ્ત્રીઓનું વજન ઝડપથી વધે છે.

વજન વધી જતાં ઘણી વાર ન ગમતાં આઉટફિટ સાથે સમાધાન કરવું પડે છે. જો સુંદર ફિગર હોય તો દરેક આઉટફિટ સુંદર લુક આપે છે. ખાસ કરીને ડિલીવરી પછી વજન વધી જતું હોય છે. આ માટે જ માનુનીઓ વજન ઉતારવાના નુસખા અજમાવવા માટે તત્પર હોય છે. જોકે, આડેધડ ડાયટિંગ કરવાથી વજન ઊતરતું નથી અને સ્વાસ્થ્યને નુકસાન કરે છે, ત્યારે આજે આપણે સમજી લઈએ કે ખાવા-પીવાની કેવી ખોટી રીતભાત વજન વધારે છે.

-  પ્રેગ્નન્સીમાં અને ડિલિવરી પછી સ્ત્રીને ઘીવાળો ખોરાક આપવામાં આવે છે. ઘી કે તેલ વધુ ખાવાથી બાળકનું વજન વધતું નથી. માતાના દૂધમાં તો 3.8%થી 4.5% સુધીની 'ફેટ' આવેલી જ હોય છે, જે પૌષ્ટિક ખોરાકમાંથી મળી શકે છે. માટે જ ડિલિવરી પછી સ્ત્રીઓને વધુ પડતું ઘી ખવડાવવાનો આગ્રહ રાખવો નકામો છે.

- વધુ પડતું વજન વધી જવાનું બીજું કારણ માતાની પોતાની ખોટી ટેવો છે. ખાસ કરીને બાળકને સ્તનપાન કરાવતી માતાએ બાળકને 4થી 5 મહિના પછી દૂધ ઉપરાંત બીજા ખોરાક જેમ કે ફળનો રસ અને દાળનું પાણી આપવું જોઈએ અને આ સમયે માતાએ પોતાના ખોરાકમાંથી ઘી, તેલ ઓછાં કરી દેવાં જોઈએ.

- જો વજન વધુ વધી ગયું હોય તોપણ ચિંતા કરશો નહીં, ડિલિવરી સમયે વધારેલું વજન પણ ઝડપથી ઊતરી જતું હોય છે, બસ જરૂર છે પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કરવાની અને નિયમિત વર્કઆઉટ કરવાની.

- સવાર, સાંજ એક જ ચમચી તેલવાળું (જુદું બનાવીને જ) ખાવાનું શરૂ કરી દો.

- સવારના ભોજનમાં રોટલી, દાળ, શાક અવશ્ય લેવાનો આગ્રહ રાખો. જો બપોરના ભોજનમાં કાપ મૂકશો તો થોડી વાર પછી ભૂખ લાગશે અને ફરસાણ જેવા તેલવાળા પદાર્થો નાસ્તાના નામે ખવાઈ જશે જે વજન વધારશે.

- સવારના સમયે નાસ્તો પણ અવશ્ય કરો. ડિલિવરી પછી સવારના સમયે શીરો, ગુંદરપાક વગેરે ખાવાને કારણે આ સમયે ભૂખ ઘણી લાગશે. દિવસમાં બે ફ્રૂટ લેવાનો આગ્રહ રાખો.

- સાંજના સમયે લીંબુ પાણી (ખાંડ વગર) લો અને સાથે એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ લેવાનું રાખો. બદામ, અખરોટ લઈ શકાય. કાજુ, દ્રાક્ષ ન લેવાં.

- સાંજના સમયે એકલાં શાકભાજી, સૂપ, સલાડ વગેરે લઈને હળવા પેટે ઊંઘ આવે તો સાંજે ઓછું ભોજન કરી શકો છો. તમારી જાતને એક વર્ષનો સમય આપીને વધારેલું વજન ઉતારી દો. આમાં સમય લાગશે પણ હતાશ થશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news