અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; જાણો આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી છે ગંભીર

સિવિલ હોસ્પિટલના HOD ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું કે, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, કમ્પ્યુટરના વધેલા વપરાશ અને બીજી તરફ વધેલી ગરમી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; જાણો આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી છે ગંભીર

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધતાં ડ્રાય આંખના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડ્રાય આંખની સમસ્યામાં આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખૂંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી તેમજ આંખોમાં ઇન્ફેક્શન થવાની ફરિયાદ વધી હોય છે. ત્યારે હાલ ગરમી વધતાં અમદાવાદ સિવિલમાં આવેલી આઈ હોસ્પિટલમાં 10માંથી 7 દર્દીઓ ડ્રાય આઈની સમસ્યાની ફરિયાદ સાથે સારવાર લઈ રહ્યા છે. 

ઉનાળામાં ગરમી વધે એટલે લોકો પંખા અને એસીનો સહારો લેતા હોય છે, પણ પંખા અને એસીની હવાનો સીધો ફ્લો આંખમાં ના પડે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. કારણ કે જો પંખાની સીધી હવા અથવા અને એસીમાંથી ડ્રાય એર સીધી આંખમાં પડે તો આંખમાં રહેલું પ્રવાહી સુકાઈ જાય છે જેથી ડ્રાઈ આંખની સમસ્યા વધતી હોય છે. ત્યારે જો આ સમસ્યાથી બચવું હોય તો ગરમીમાં મોંઢુ ધોતા સમયે આંખોમાં પાણીની સીધી છાલક ન મારવી જોઈએ, કારણ કે પાણીની છાલક મારવાથી આંખમાં રહેલા કેટલાક તત્વો જે આંખોનું રક્ષણ કરે છે, તે ધોવાઈ જવાથી પણ ડ્રાય આઈની સમસ્યા પેદા થાય છે. 

સિવિલ હોસ્પિટલના HOD ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું કે, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, કમ્પ્યુટરના વધેલા વપરાશ અને બીજી તરફ વધેલી ગરમી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.

આઈ હોસ્પિટલના HOD ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું હતું કે, ગરમી વધે એટલે ડ્રાય આઈની સમસ્યા વધતી હોય છે. ગરમી વધે એટલે લોકો પંખા અને એસીનો સહારો લેતા હોય છે, પણ પંખા અને એસીની હવાનો સીધો ફ્લો આંખમાં ના પડે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. જો પંખાની સીધી હવા અથવા અને એસીમાંથી ડ્રાય એર સીધી આંખમાં પડે તો આંખમાં રહેલું પ્રવાહી સુકાઈ જવાને લીધે ડ્રાય આઈની સમસ્યા વધતી હોય છે. ગરમીને કારણે મોંઢું ધોતા સમયે આંખોમાં પાણીની છાલક મારવાથી ચેતવું જોઈએ. પાણીની છાલક મારવાથી આંખમાં રહેલા કેટલાક તત્વો જે આંખોનું રક્ષણ કરે છે એ ધોવાઈ જવાથી ડ્રાય આઈની સમસ્યા પેદા થાય છે. 

તેમણે ઉમેર્યું હતું કે, ગરમીથી રક્ષણ મેળવવા કેટલાક લોકો સ્વિમિંગમાં જતા હોય છે પરંતુ તેમાં પાણી ચોખ્ખું હોય તેનું ધ્યાન રાખવું જોઈએ, આંખો ધોઇએ ત્યારે પાણી સ્વચ્છ હોય તે જોવું જોઈએ. નળમાંથી વહેતુ પાણી અથવા પાણી સ્વચ્છ ના હોય અને આંખ સાફ કરી હોય તો ઇન્ફેક્શન લાગવાનો ડર રહેતો હોય છે. ગરમીના સમયમાં ખેડૂતો અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખેડૂતો ખુલ્લા ખેતરોમાં કામ કરતા હોય છે ત્યારે ગરમીને કારણે અનેકવાર વેલ નામના રોગના શિકાર ખેડૂતો બનતા હોય છે. આંખની કિકી પર વેલ નામની ચામડી ઉગવાની શરૂઆત થાય છે, સમયાંતરે સમસ્યા વધતા કાયમ માટે રોશની ઘટી જતી હોય છે. ગરમીના સમયમાં વાહન ચલાવતા સમયે અથવા ખુલ્લામાં ખેતી કરતા સમયે સૂર્યના સીધા કિરણો આંખોને ના અડે તેનું ધ્યાન રાખવું જોઈએ. ગરમીમાં બહાર નીકળવાનું થાય એટલે હેલ્મેટ, ગોગલ્સ પહેરવા હિતાવહ છે જેના કારણે સીધી સન લાઈટથી આંખને નુકસાન ન થાય. ટુ વહીલર ચલાવતા હોઈએ તો હેલ્મેટ આંખનું રક્ષણ કરે છે, એવી જ રીતે ગાડીમાં એસી ચાલુ હોય તો એનો ફ્લો સીધો આંખમાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. 

ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું કે, લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટરનો વધેલા વપરાશ અને બીજીતરફ વધેલી ગરમી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. નાના બાળકો ઉપરાંત તમામ વયના લોકોમાં આંખોની સમસ્યા ગરમીમાં વધતી હોય છે. આંખની અંદર ઠંડા દૂધના ટીપા, કોથમીરનો રસ મૂકવો એવા પ્રકારના અખતરા કરવાથી બચવા પણ તજજ્ઞો સલાહ આપે છે, આવા અખતરા કરવાથી આંખનું ઇન્ફેક્શન થતું હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news