Tips: શું તમારા ઘરમાં પણ વધી ગયો છે મચ્છરોનો ત્રાસ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ

Home Remedies For Mosquito: તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ  કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે પણ નહીં તમારો પરિવાર પણ અતિ સેફ રહેશે. ઉનાળામાં ઘરમાં મચ્છરોની ફૌજ હોવી મુશ્કેલ છે છતાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે.  

Tips: શું તમારા ઘરમાં પણ વધી ગયો છે મચ્છરોનો ત્રાસ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ

Mosquito Home Remedies: ઘરમાં મચ્છરનો ત્રાસ એ સામાન્ય છે. તમે જો પાણી ભરાતું હોય તેવી જગ્યાઓો પર રહેતા હો તો અહીં તમને વધારે મચ્છર જોવા મળી શકે છે.  મચ્છરને મારવા માટે કોઇલ, લિક્વિડ કે સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે તો પણ થોડી વાર પછી સ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. વારંવાર કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. જો કે તમે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરને કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ દુર કરી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ  કરશો તો તેનાથી પણ ઘરમાં મચ્છર ફરકશે નહીં. 

લીમડો : લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.ઘરમાં લીમડાનો ધૂમાડો કરશો તો મચ્છર એક મીનિટ પણ રોકાશે નહીં.

એપલ વિનેગરઃ એક સ્પ્રે બોટલમાં અડધા પ્રમાણમાં પાણી અને અડધું એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેને તમારા કપડાં અને શરીર પર છાંટો. મચ્છર તમારી નજીક પણ નહીં આવે.

લસણ : મચ્છર ને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

લીંબુ : ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

તમે પણ બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી? જલસાની બાજુમાં કરો જલસા, આટલી છે કિંમત
તુલસી : તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

કોફી પાવડરઃ કોફીના પાવડરની મદદથી પણ તમે મચ્છરોને દૂર રાખી શકો છો. તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય તો તેમાં કોફી છાંટવાથી મચ્છરના લાર્વા નહીં થાય. આ ઉપરાંત ઈંડાના કેરેટમાં કોફી નાખીને સળગાવવાથી પણ મચ્છર દૂર રહે છે.

Bank Jobs: મોટા પગારની નોકરી ઇચ્છતા લોકો માટે સોનેરી તક, ચૂકશો તો પસ્તાશો
નીલગિરીનું તેલ: નીલગિરીના તેલમાં લીંબુના રસના થોડા ટીપા નાંખીને આ મિશ્રણ તમારા શરીર પર લગાવી શકો છો. તેની ગંધથી મચ્છર તમારી આસપાસ નહીં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news