ચિકન ખાતા લોકો માટે ખતરાની ઘંટી... દુનિયાની 10મી સૌથી મોટી બીમારીનો થઈ રહ્યાં છે શિકાર, WHOએ આપી ચેતવણી

જ્યારે ચિકન શરીરમાં જાય છે ત્યારે ઘણા એન્ટીબાયોટિકને શરીરમાં ટ્રાન્સફર કરી આપે છે, જેનાથી શરીરમાં સમયની સાથે એન્ટીબાયોટિકને લઈને  રેઝિસ્ટન્સ પેદા થવા લાગે છે અને એન્ટીબાયોટિક શરીર પર કામ કરવાનું બંધ કરી દે છે. 

ચિકન ખાતા લોકો માટે ખતરાની ઘંટી... દુનિયાની 10મી સૌથી મોટી બીમારીનો થઈ રહ્યાં છે શિકાર, WHOએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ Antimicrobial Resistance : જો તમે પણ ચિકન ખાવ છો તો સાવધાન થઈ જાવ. WHO એ કહ્યું કે તે દુનિયાની 10મી સૌથી મોટી બીમારીનું કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને AMR ને 10 સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરામાં એક જણાવ્યો છે. કહ્યું છે કે ચિકન ખાવાને કારણે લોકો ઝડપથી એન્ટીમાઇક્રોબિયલ  રેઝિસ્ટન્સ (Antimicrobial Resistance)નો શિકાર થઈ રહ્યો છે. તેના કારણે એન્ટીબાયોટિક્સ, એન્ટીવાયરલ, એન્ટી ફંગલ અને એન્ટીપેરાસિટિક્સ દવાઓની અસર ખુબ ઓછી થઈ જાય છે. તેનાથી ગંભીર બીમારીમાં સારવાર ખુબ મુશ્કેલ થઈ જાય છે. આવો જાણીએ પૌષ્ટિક ચિકન બીમારીનું કારણ કેમ બની રહ્યું છે. 

 પૌષ્ટિક ચિકન બીમારીનું કારણ કેમ
સૌથી મોટો સવાલ છે કે જે ચિકનમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે, તે બીમારીનું કારણ કેમ બની રહ્યું છે. હકીકતમાં આજકાલ પોલ્ટ્રી ફાર્મમાં ચિકનને સારૂ અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે વધુ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે. જેનાથી ચિકનની બોડીમાં સારી માત્રામાં એન્ટીબાયોટિક જમા થઈ જાય છે અને જ્યારે તે વેચાઈ છે તો તેની અસર તેને ખાતા લોકોમાં થવા લાગે છે. હેલ્થ નિષ્ણાંત પ્રમાણે જ્યારે ચિકન શરીરમાં જાય છે તો તે ઘણા એન્ટીબાયોટિકને શરીરમાં ટ્રાન્સફર કરી દે છે, જેનાથી શરીરમાં સમયની સાથે એન્ટીબાયોટિકને લઈને રેજિસ્ટેન્સ પેદા થવા લાગે છે અને એન્ટીબાયોટિક દવાઓ શરીર પર કામ કરવાનું બંધ કરી દે છે. 

ચિકન ખાધા બાદ બીમારીની સારવાર મુશ્કેલ
ડોક્ટર પ્રમાણે એએમઆર એટલે કે એન્ટીમાઇક્રોબિયલ  રેઝિસ્ટન્સ (Antimicrobial resistance) ચિકન ખાવાથી થાય છે. તેનાથી શરીરમાં આવનાર એન્ટીબાયોટિક કેટલાક સમય બાદ એન્ટીમાઇક્રોબિયલ  રેઝિસ્ટન્સની સ્થિતિમાં લાવે છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારના ઇન્ફેક્શન થવા લાગે છે. તેનાથી સારવાર મુશ્કેલ બને છે. WHO એ એએમઆરને દુનિયાની 10 સૌથી મોટી બીમારીમાંથી એક માની છે. 

ચિકન ખાવું ખતરાની ઘંટી
ચિકન સૌથી મોટી બીમારીમાંથી એકનું કારણ બની રહ્યું છે.
ચિકનથી શરીરમાં એન્ટીબાયોટિક ટ્રાન્સફર થઈ રહ્યાં છે.
ચિકનથી મળી રહેલ એન્ટીબાયોટિકથી એન્ટીમાઇક્રોબિયલ  રેઝિસ્ટન્સનો ખતરો.
એએમઆરનો શિકાર થવા પર એન્ટીબાયોટિક દવાઓ કામ કરતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news