શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો, ખરાબ થઈ શકે છે તમારી સુંદરતા
ઘણી વખત સુંદરતા વધારવા માટે આપણે એવી આદતો અપનાવીએ છીએ જેના કારણે તમારી સુંદરતા વધવાને બદલે ઘટવા લાગે છે. આમાં ઓછું પાણી પીવાથી લઈને રાત્રે સૂતી વખતે ચહેરો ન ધોવાનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કઈ આદતોને કારણે તમારી સુંદરતા ઘટી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુંદર દેખાવું કોને નથી ગમતું. મુખ્ય રીતે છોકરીઓ તો તેમની સુંદરતા વધારવા માટે વિવિધ ટિપ્સ અપનાવતી હોય છે. પંરતુ જાણે-અજાણે તમારી કેટલીક આદતો તમારી સુંદરતાને વધારવાને બદલે ઘટાડી શકે છે. જો કે, આ આદતો ખુબજ નાની-નાની હોય છે, પરંતુ તે તમારી સુંદરતાને ઘટાડવામાં અસરકારક બની શકે છે. તો આવો જાણીએ તમારી કઈ કઈ આદતો તમારી સુંદરતામાં ઘટાડો કરી શકે છે.
રાતે ચહેરો ન ધોવો
એવું માનવામાં આવે છે કે રાતે સૂતા પહેલા વ્યક્તિએ પોતાનો ચહેરો સાફ કરવો જોઈએ. જે લોકો રાતે સૂતા સમયે થાકના કારણે પોતાનો ચહેરો ધોતા નથી તેઓ અજાણતા ઘણી રીતે તેમની ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તેમના ચહેરાનું ગ્લો ઘટવા લાગે છે.
ઓછું પાણી પીવું
મોટાભાગના લોકો પાણી ઓછું પીવે છે. જેના કારણે તમારી ત્વચા ડ્રાય થવા લાગે છે. ઓછું પાણી પીવાથી ખંજવાળ આવવી, સ્કિન ટાઈડ થવી આ બધા ડિહાઈડ્રેશનના લક્ષણ છે. એવામાં જો તમે યોગ્ય પ્રમાણમાં પાણી પીશો તો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
સનસ્ક્રીન ન લગાવવું
મોટાભાગના લોકો વ્યસ્તતાને કારણે ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન નથી લગાવતા, જેના કારણે તેમને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. એવું માનવામાં આવે છે કે સનસ્ક્રીનમાં કેટલાક મહત્વપૂર્ણ ઘટકો છે, જેમ કે ઝિંક ઓક્સાઈડ, ટાઈટેનિયમ ઓક્સાઈડ વગેરે, જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવાનું કામ કરે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે દાવો અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ વિગતો માટે હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે