Rodents Control: ઘરમાં જોવા મળે છે ઉંદરનો ત્રાસ, આ ઉપાય કરો તુરંત ભાગી જશે

Rodents Control Tips: ઘરમાં ઉંદરના ત્રાસથી ઘણા લોકો પરેશાન રહે છે, પરંતુ તેને ખબર પડતી નથી કે આ સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવવો. આજે અમે તમને કેટલાક ઉપાય જણાવી રહ્યાં છીએ.
 

Rodents Control: ઘરમાં જોવા મળે છે ઉંદરનો ત્રાસ, આ ઉપાય કરો તુરંત ભાગી જશે

નવી દિલ્હીઃ How To Get Rid Of Rat: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેનું ઘર સ્વસ્થ રહે અને કોઈ પ્રકારના કીડી-મકોડા કે ઉંદરનો સામનો ન કરવો પડે, પરંતુ ઘરમાં અણગમતા મહેમાનોનો સામનો કરવો પડતો હોય છે. ઉંદર પણ તેમાં સામેલ છે. જે અચાનક કિચન કે રૂમમાં દોડવા લાગે તો ઘણા લોકો ડરી જાય છે. ઉંદરડા ઘરમાં આવીને કોઈ ખુણામાં પોતાનું ઘર પણ બનાવી લેતા હોય છે. ઉંદરો ઘરમાં કપડાથી લઈને અનેક વસ્તુઓ કાપી જતા હોય છે. તેવામાં ઉંદરડાના આતંકથી બચવા માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ. 

ઘરમાં કેમ આવે છે ઉંદર?
સામાન્ય રીતે જ્યાં ગંદકી હોય ત્યાં ઉંદરો આવે છે. ઘણા એવા લોકો છે જેઓ પોતાનો ખોરાક ઢાંકીને રાખતા નથી અથવા જમ્યા પછી વાસણો અને ખોરાકને બરાબર સાફ કરતા નથી, જેના કારણે ઉંદરને બિનજરૂરી મિજબાની મળે છે. જો કે, જ્યાં અનાજ અથવા અન્ય કોઈપણ ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સ્વચ્છતા હોવા છતાં પણ ઉંદરો સ્ટોર રૂમમાં ધમાલ મચાવે છે અને અનેક સામાનનો નાશ કરે છે. ઉંદરોના કારણે ઘરમાં બીમારીઓ થવાનો ભય રહે છે. વર્ષ 1994માં ભારતમાં ઉંદરોના કારણે પ્લેગ નામની બીમારી ફેલાઈ હતી, જેના કારણે દેશને ઘણું આર્થિક નુકસાન થયું હતું.

ઉંદરથી છુટકારો મેળવવા કરો આ ઉપાય

- નેપ્થલીન બોલ્સનો ઉપયોગ સામાન્ય રીતે એટલા માટે કરવામાં આવે છે જેથી આપણા કપડામાં જીવાત ન લાગે, પરંતુ બધા જાણે છે કે તેની મદદથી ઉંદરડાથી પણ છુટકારો મેળવી શકાય છે. 

- નેપ્થલીનની સફેદ ગોળીઓની ગંધ ઉંદરને પસંદ આવતી નથી અને આ કારણે તે દૂર ભાગે છે. 

- તમે ઘરના દરેક ખુણામાં નેપ્થલીનની ગોળીઓ રાખી દો કારણ કે આવી જગ્યા પર ઉંદર વધુ હોય છે. 

- કિચન, સ્ટોર રૂમ, બાથરૂમ અને ઘરની નાલીની પાસે  નેપ્થલીન બોલ્સ જરૂર રાખો અને ઉંદરને દૂર ભગાવો.

- ઉંદરને મારવા માટે બજારમાં ઘણા પ્રકારના ઝેર આવે છે, પરંતુ તેને બાળકોની પહોંચથી દૂર રાખો. 

- આ ઝેરને ચોખાની સાથે મિક્ત કરીને ઘરના ખુણામાં રાખો, તેને ખાયને ઉંદર મરી જશે. 

- ઘણા લોકો ઝેરને લોટ અને તેલની સાથે મિક્સ કરી ગોળીઓ તૈયાર કરવામાં આવે છે, અને તેને ઉંદર આવે તે જગ્યાએ રાખી દેવામાં આવે છે. 

- તમે ઉંદરના ત્રાસથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો આ કામ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news