સાવ સસ્તામાં ફરી શકાય તેવી કુદરતની ગોદમાં વસેલી છે આ જગ્યાઓ, ફરીને ખુશખુશાલ થઈ જશો

ગુજરાતીઓને આમ પણ ફરવું બહું ગમતું હોય છે. ત્યારે એવામાં તમને પણ જો ફરવાનું મન થયું હોય અને ખિસ્સા પણ બહું ખાલી ન કરવા હોય તો અમે તમને એવી 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં  કુદરતી સૌંદર્ય તો  ભરપૂર હોય છે પણ ફરવાનો ખર્ચ તમને અંદાજે 5000 રૂપિયા સુધીનો થશે.

સાવ સસ્તામાં ફરી શકાય તેવી કુદરતની ગોદમાં વસેલી છે આ જગ્યાઓ, ફરીને ખુશખુશાલ થઈ જશો

ગુજરાતીઓને આમ પણ ફરવું બહું ગમતું હોય છે. ત્યારે એવામાં તમને પણ જો ફરવાનું મન થયું હોય અને ખિસ્સા પણ બહું ખાલી ન કરવા હોય તો અમે તમને એવી 5 ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં  કુદરતી સૌંદર્ય તો  ભરપૂર હોય છે પણ ફરવાનો ખર્ચ તમને અંદાજે 5000 રૂપિયા સુધીનો થશે. ફરવું પણ હોય અને બજેટ પણ ન બગાડવું હોય તો આ ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ ખાસ જાણો....

કસોલ, હિમાચલ પ્રદેશ
જો તમને કુદરત પ્રત્યે લગાવ ોહય તો  હિમાચલ પ્રદેશથી સુંદર કઈ જગ્યા હોઈ શકે. અહીં ફરવા માટે કસોલ એકદમ પરફેક્ટ જગ્યા છે. કસોલ જઈને તમે પાર્વતી ઘાટીની મજા માણી શકો છો. કસોલથી કુલ્લુ ફક્ત 40 કિમી છે. દિલ્હીથી કસૌલ તમે વોલ્વો બસમાં જઈ શકો છો. જેનું ભાડું 1000 રૂપિયા સુધી છે. ત્યાં જઈને તમે 500 રૂપિયા સુધીમાં હોટલ રૂમ બૂક કરી શકો છો. ઓછા બજેટમાં ખાવાનું પણ મળી રહે છે. 

મેકલોડગંજ, હિમાચલ પ્રદેશ
કસૌલ ઉપરાંત હિમાચલ ફરવા માટે મેકલોડગંજ પણ એકદમ શાનદાર જગ્યા છે. ધર્મશાળાની પાસે આવેલું આ એક હિલ સ્ટેશન છે. જે ટ્રેકર્સને ખુબ ગમે છે. અહીંનું તિબ્બતી કલ્ચર સાચે ગજબનું છે. ભારતમાં સૌથી પ્રસિદ્ધ નામગ્યાલ મઠ અને ત્સુગલાખંગ અહી છે. આ જગ્યા પણ પ્રમાણમાં સસ્તી છે. 

લૈન્સડાઉન,  ઉત્તરાખંડ
ફરવાની વાત કરો અને ઉત્તરાખંડનું નામ ન આવે એવું બને ખરા. પર્યટન પ્રેમીઓને ઉત્તરાખંડ ખુબ ગમતું હોય છે. ઉત્તરાખંડની ગઢવાલની પહાડીઓ પર લૈન્સડાઉન વસેલુ છે. પોકેટ ખર્ચમાં તમે આ જગ્યાની સેર કરી શકો છો. ભીડથી દૂર શાંત અને પહાડોની સુંદરતાની મજા માણવા માટે આ જગ્યા પરફેક્ટ હોઈ શકે છે. આ જગ્યાએ સારા હોટલ રૂમ 700-800માં મળી જાય છે. 

પચમઢી, મધ્ય પ્રદેશ
હોશંગાબાદ જિલ્લાનું પચમઢી ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે. પાંચ હજાર રૂપિયામાં આજ જગ્યા ફરી શકો છો. બાયોસ્ફીયર રિઝર્વનો ભાગ છે. પચમઢી આવીને તમે ઝરણા, પ્રકૃતિ,ગુફાઓ, જંગલો તો ફરી જ શકો છો. સાથે સાથે ઐતિહાસિક ઈમારતો પણ જોઈ શકો છો. અહીં 500 રૂપિયામાં હોટલના રૂમ અને સસ્તું ભોજન મળી રહે છે. જો ભાડાની જિપ્સી લો તો 1200 રૂપિયા સુધી મળી જાય. 

તવાંગ, અરુણાચલ પ્રદેશ
જો તમારું બજેટ 5000 રૂપિયા સુધી હોય તો તમે અરુણાચલ પ્રદેશના તવાંગ જઈ શકો છો. દલાઈ લામાનો જન્મ અહીં થયો હતો. અહીં અનેક સુંદર મઠ છે. આધ્યાત્મિકતા સાથે જોડાયેલું હોવાની સાથે સાથે તે પ્રાકૃતિક સુંદરતાની ગોદમાં વસેલું એક પર્યટન સ્થળ છે. અહીં સુદર આર્કિડ અભ્યારણ્ય અને ટિપી ઓર્કિડ અભ્યારણ્ય ખુબ જ સુંદર છે. દિલ્હીથી અહીં ટ્રેનમાં આવી શકો છો અને સસ્તામાં હોટલ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news