Flipkart માં થઈ શકે છે મોટી છટણી, 1500 કર્મચારીઓને કરવામાં આવી શકે છે બહાર

ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટ 2024 ની શરૂઆતમાં તેના કર્મચારીઓને પાંચ-સાત ટકા ઘટાડવાની યોજના બનાવી રહી છે, જે લગભગ 1,500 કર્મચારીઓને અસર કરી શકે છે.

Flipkart માં થઈ શકે છે મોટી છટણી, 1500 કર્મચારીઓને કરવામાં આવી શકે છે બહાર

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની ફ્લિપકાર્ટ કથિત રીતે 2024ની શરૂઆતમાં પોતાના કર્મચારીઓની સંખ્યામાં પાંચ-સાત ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી લગભગ 1500 કર્મચારી પ્રભાવિત થઈ શકે છે. વોલમાર્ટની માલિકીવાળી કંપનીમાં વર્તમાનમાં લગભગ 22 હજાર કર્મચારી છે.

સૂત્રો પ્રમાણે ફ્લિપકાર્ટે પ્રદર્શનની સમીક્ષા દ્વારા આ કવાયત શરૂ કરી છે અને માર્ચ-એપ્રિલ સુધી નોકરીમાં ઘટાડો લાગૂ થવાની સંભાવના છે. કંપની લાભમાં બનેલી રહેવા માટે પોતાના સંસાધનોને અનુકૂળ કરવા માટે આંતરિક પુનર્ગઠન પર પણ વિચાર કરી રહી છે.

કંપનીએ આ પગલા પર તત્કાલ કોઈ ટિપ્પણી નથી કરી. ફ્લિપકાર્ટ પર પ્રદર્શન સમીક્ષાઓના આધાર પર વાર્ષિક નોકરીમાં ઘટાડો પહેલાથી થઈ રહ્યો છે. બિઝનેસ ઈન્ટેલિજેન્સ પ્લેટફોર્મ ટોફલરના આંકડા પ્રમાણે ફ્લિપકાર્ટનું નાણાકીય વર્ષ 2023માં કુલ રેવેન્યૂ 53016 કરોડ રૂપિયા હતું.

નાણાકીય વર્ષ 2023ની આવકમાં નાણાકીય વર્ષ 2022ની સરખામણીમાં નવ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને તે રૂ. 51,176 કરોડ હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 4,834 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 42 ટકાનો નોંધપાત્ર વધારો છે.

નાણાકીય અહેવાલ મુજબ, “31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે ચોખ્ખી ખોટ રૂ. 4,839.3 કરોડ હતી, જે અગાઉના વર્ષે 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા રૂ. 3,362.4 કરોડની સરખામણીએ હતી. આમ, ચોખ્ખી ખોટમાં 44 ટકાનો વધારો જોવા મળ્યો હતો."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news