માથું ખંજવાળતો કિસ્સો, 15 વર્ષથી કોઈ નર સાપને નથી મળી, છતાં માદા અજગરે આપ્યા ઈંડા

માથું ખંજવાળતો કિસ્સો, 15 વર્ષથી કોઈ નર સાપને નથી મળી, છતાં માદા અજગરે આપ્યા ઈંડા
  • આ માદા અજગર અંદાજે 15 વર્ષોથી કોઈ નર સાપના સંપર્કમાં આવી નથી
  • ઝૂના કર્મચારીઓએ માદા અજગરના ઈંડા આપતા પહેલા તેનામાં કેટલાક બદલાવ જોયા

ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકાના સેન્ટ લૂઈસ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી હેરાન છે. કારણ કે, ઝૂની એક માદા અજગર અંદાજે 62 વર્ષની છે, અને તેણે ઈંડા આપ્યા છે. જોકે, ઝૂના કર્મચારીઓ એટલા માટે પણ આશ્ચર્યમાં મૂકાયા છે કે, આ માદા અજગર અંદાજે 15 વર્ષોથી કોઈ નર સાપના સંપર્કમાં આવી નથી. છતા તેણે ઈંડા આપ્યા છે. 

CNN ના રિપોર્ટ અનુસાર, ઝૂના હેરપેટોલોજી ડિપાર્ટમેન્ટના ઝૂઓલોજિકલ મેનેજર માર્ક વેનરે જણાવ્યું કે, આ માદા અજગર જે વર્ષ 1961 થી ઝૂમાં છે. તેણે 23 જુલાઈના રોજ ઈંડા આપ્યા હતા. જે અમારા માટે આશ્ચર્યની વાત છે. ઈમાનદારીથી કહીએ તો અમે આશા ન હતી કે, તે આવી રીતે ઈંડા આપશે. માર્ક વેનરે જણાવ્યું કે, ઝૂના કર્મચારીઓએ માદા અજગરના ઈંડા આપતા પહેલા તેનામાં કેટલાક બદલાવ જોયા હતા, જે બહુ જ સૂક્ષ્મ હતા. 

પ્રાણીસંગ્રહાલયના માદા અજગરને કોઈ નામ આપવામાં આવ્યું નથી. પરંતુ તેની ઓળખ માટે તેને 361003 નંબર આપવામાં આવ્યો છે. આ માદા અજગર, બોલ પાયથન છે. જે મૂળ મધ્ય અને પશ્ચિમી આફ્રિકાના વિસ્તારોમાં મળી આવે છે. તે અલૈગિંગ રૂપથી પ્રજનન કરી શકે છે. જે સંકાય પાર્થોજેનેસિસના રૂપમાં ઓળખાય છે. 

માર્ક વેનરે જણાવ્યું કે, માદા સાપ અનેક વર્ષો સુધી શુક્રાણુને સ્ટોર કરીને રાખી શકે છે. આવામાં તે કોઈ નર સાપના સંપર્કમાં આવ્યા વગર ઈંડા આપી શકે છે. પરંતુ અમને આશ્ચર્ય એ વાતનું થાય છે કે, સમયગાળો બહુ જ લાંબો થયો છે. અત્યાર સુધી સૌથી જૂના કિસ્સામાં માદાએ સાત વર્ષ બાદ ઈંડા આપ્યા હતા. માર્ક વેનરે આગળ કહ્યું કે, આવું થવું દુર્લભ તો છે, પરંતુ અસંભવ નથી. કેમ કે, આ પ્રજાતિ અનેકવાર પોતાના પાર્ટનર વગર પણ ઈંડા આપી શકે છે. આ પ્રકારના સાપ અનેકવાર ચાર વર્ષ સુધી સ્પર્મને સ્ટોર કરી રાખી શકે છે. 

પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓએ આ માહિતી આપી હતી કે, આ માદા અજગરે અંતિમ વાર વર્ષ 2009માં ઈંડા આપ્યા હતા. પરંતુ તે સમયે ઈંડામાથી બચ્ચા બહાર આવ્યા ન હતા. આ દરમિયાન આ માદા અજગર જો કોઈ નર સાપના સંપર્કમાં આવી હોય તેવુ કહી શકાય. માદા અજગર અંતિમ વાર 1980 ના દાયકાના અંતમાં કે 1991ની શરૂઆતમાં એક નર સાપના કે અજગરના સંપર્કમાં આવી હોઈ શકે. કારણ કે, તે સમેય કર્મચારીઓ એ દરમિયાન સાપના પાંજરાની સફાઈ કરતા હતા. આ દરમિયાન સાપને એક ડોલમાં રાખવામાં આવતા હતા. 

વેનરે કહ્યું કે, હાલ માદા અજગરના બે ઈંડાને ટેસ્ટીંગ માટે મૂકાયા છે. જેથી અમે રિસર્ચ કરી શકીએ કે આ ઈંડિ અલૈગિંગ રૂપથી પ્રજનન થયા છે કે નહિ. બે ઈંડા ખરાબ થઈ ગયા છે, જ્યારે કે ત્રણ બચેલા છે. તેના પર અમારી પૂરતી નજર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news