Baba Vanga: બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી કેમ ચિંતાતૂર છે ભારત અને ગુજરાતીઓ? જાણો કેટલી ખતરનાક છે

Baba Vanga Future Prediction: બાબા વેંગા ભલે આંખેથી જોઈ શકતા નહતા પરંતુ તેમણે દેશ અને દુનિયાનું ભવિષ્ય જોયું હતું. તેમણે ભારત વિશે શું ભવિષ્યવાણી કરી હતી અને તેમની ભવિષ્યવાણીથી ભારતના લોકો કેમ ડરેલા છે તે પણ જાણવા જેવું છે. 

Baba Vanga: બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી કેમ ચિંતાતૂર છે ભારત અને ગુજરાતીઓ? જાણો કેટલી ખતરનાક છે

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર આજે પણ દુનિયા વિશ્વાસ કરે છે. દુનિયાભરના લોકો દર વર્ષે તેમની અલગ અલગ ભવિષ્યવાણીઓ વિશે જાણવા માંગે છે. આજે અમે તમને જણાવીશું કે તેમની કેટલી ભવિષ્યવાણીઓ હજુ સુધી સાચી પડી છે. બાબા વેંગા ભલે આંખેથી જોઈ શકતા નહતા પરંતુ તેમણે દેશ અને દુનિયાનું ભવિષ્ય જોયું હતું. તેમણે ભારત વિશે શું ભવિષ્યવાણી કરી હતી અને તેમની ભવિષ્યવાણીથી ભારતના લોકો કેમ ડરેલા છે તે પણ જાણવા જેવું છે. 

બાબા વેંગાએ એક મહિલા ભવિષ્યવક્તા હતા અને તેમણે મૃત્યુ પહેલા દુનિયા માટે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. જેના પર આજે પણ દુનિયાભરમાં અનેક લોકો વિશ્વાસ કરે છે. જો કે તેમની બધી ભવિષ્યવાણી સાચી પડી એવું પણ નથી. પણ કેટલીક ભવિષ્યવાણી સાચી પડી તે વાત પણ એટલી જ સાચી છે. 

આ ભવિષ્યવાણી સાચી પડી...
બાબા વેંગાએ સોવિયેત સંઘના ભાગલા, રાજકુમારી ડાયનાનું મૃત્યુ, 2004ની થાઈલેન્ડ સુનામી, બરાક ઓબામાના રાષ્ટ્રપતિ બનવા અને અમેરિકામાં 9/11 આતંકી હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરેલી હતી જે સાચી ઠરી. 

વર્ષ 2025 માટે ભવિષ્યવાણી, ભારતીયો ચિંતામાં
બાબા વેંગાએ વર્ષ 2025 માટે પણ ભવિષ્યવાણી કરી છે. જે મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ શરૂ થશે. જેના કારણે ચારેબાજુ તબાહી મચશે. તેનાથી મહાદ્વીપની મોટી વસ્તી ભયંકર રીતે પ્રભાવિત થશે. અત્રે જણાવવાનું કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. 

ગુજરાત માટે પણ ચિંતા?
આ ઉપરાંત બાબા વેંગાએ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો સામે આવવાની પણ ભવિષ્યવાણી કરી છે. તે સમયે બરફ પીગળવાથી દુનિયામાં સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2170માં ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાએ ભારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news