Amla-Shikakai: વાળમાં આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવાથી દુર થશે આ 5 સમસ્યા, હેર ફોલ તો અટકી જ જાશે

Amla-Shikakai Benefits: આજના સમયમાં યુવક, યુવતીઓની વાળ સંબંધિત સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાને દુર કરવામાં અને વાળને હેલ્ધી બનાવવામાં આમળા અને શિકાકાઈ પાવડર મદદરુપ થઈ શકે છે. આજે તમને વાળ માટે રામબાણ એવા હેર પેક વિશે જણાવીએ.

Amla-Shikakai: વાળમાં આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવાથી દુર થશે આ 5 સમસ્યા, હેર ફોલ તો અટકી જ જાશે

Amla-Shikakai Benefits: ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ ડાયટના કારણે વાળને ગંભીર રીતે નુકસાન થાય છે. યુવક હોય કે યુવતી આજના સમયમાં ખરતા વાળથી લઈને અલગ અલગ હેર પ્રોબ્લેમથી સૌ કોઈ પરેશાન જોવા મળે છે. જેમાં સૌથી સામાન્ય વાળ ખરવા અને વાળ સફેદ થવાની  સમસ્યા હોય છે. આ સ્થિતિમાં જો તમે વાળને મજબૂત બનાવવા માંગો છો તો આમળા અને શિકાકાઈના પાવડરનો ઉપયોગ કરી શકો છો. આમળા અને શિકાકાઈ એવી જડીબુટ્ટી છે જે વાળની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. આમળા અને શિકાકાઈનું આયુર્વેદમાં વિશેષ મહત્વ છે. આ જડીબુટ્ટી વાળ માટે ફાયદાકારક છે. આ બંને વસ્તુને મિક્સ કરીને વાળમાં અપ્લાય કરવામાં આવે તો ખરતા વાળ અટકે છે અને સાથે જ વાળની અન્ય 5 સમસ્યા પણ દૂર થઈ શકે છે. 

આમળા અને શિકાકાઈ લગાડવાથી થતા 5 ફાયદા 

1. શરીરમાં પોષક તત્વોની ખામી હોય તો વાળ પણ નબળા પડવા લાગે છે. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો વાળમાં આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવો ફાયદાકારક સાબિત થશે. તેના ઉપયોગથી વાળના મૂળ મજબૂત થશે અને ખરતા વાળ અટકશે. 

2. જો તમે વાળનો ગ્રોથ વધારવા માંગો છો તો આપણા અને શિકાકાઇનો પાવડર લગાડવો લાભકારી સાબિત થશે. આમળા અને શિકાકાઈ લગાડવાથી વાળનો ગ્રોથ ઝડપથી વધે છે. તેને વાળમાં લગાડવાથી વાળના રોમ એક્ટિવ રહે છે જેના કારણે વાળ ઝડપથી લાંબા થાય છે. 

3. જે લોકોને વાળમાં ડેન્ડ્રફ હોય તેમણે પણ આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવો જોઈએ. આમળા અને શિકાકાઈનું મિશ્રણ ડેન્ડ્રફ થી છુટકારો અપાવે છે. આમળા અને શિકાકાઈ સ્કેલ્પ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. 

4. આમળા અને શિકાકાઈનો પાવડર લગાડવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. જો વાળ ડ્રાય અને બેજાન થઈ ગયા હોય તો પણ આમળા અને શિકાકાઈના પાવડરનો ઉપયોગ કરો. તેનાથી વાળનું કન્ડિશનિંગ થશે. 

5. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો આમળા અને શિકાકાઈના પાવડરનો ઉપયોગ કરો. આમળા અને શિકાકાઈનો પાવડર વાળને મૂળથી મજબૂત કરશે અને હેર ફોલ કંટ્રોલ થશે. 

આમળા અને શિકાકાઈના પાવડરનો આ રીતે કરો ઉપયોગ

આમળા અને શિકાકાઈનું હેર પેક બનાવવા માટે ત્રણ ચમચી આમળા પાવડરમાં ત્રણ ચમચી શિકાકાઈ પાવડર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને થોડી ઘટ્ટ રાખવી. તૈયાર કરેલી પેસ્ટને વાળમાં સારી રીતે લગાડો. 30 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લેવા. સપ્તાહમાં બેથી ત્રણ વખત આ હેર માસ્ક લગાડશો એટલે વાળની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news