ભારતના નક્શામાં દેખાતી આ પાતળી લાઈન વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે

તમે ભારતનો નક્શો નાનપણથી જોતા આવ્યા હશો. આ નક્શામાં તમને શ્રીલંકામાં દક્ષિણ બાજુમાં એક પાતળી રેખા બહારની તરફ જતી દેખાય છે. આ રેખા એમ દેખાય છે કે તે શ્રીલંકા અને ભારતને જોડે છે. પહેલા ક્યારેય તમારા ધ્યાનમાં આવી નહિ હોય, પરંતુ ઈતિહાસની દ્રષ્ટિએ આ જગ્યા બહુ જ મહત્વની છે. તેમજ તે ફરવાલાયક
ભારતના નક્શામાં દેખાતી આ પાતળી લાઈન વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે

ઝી મીડિયા/બ્યૂરો :તમે ભારતનો નક્શો નાનપણથી જોતા આવ્યા હશો. આ નક્શામાં તમને શ્રીલંકામાં દક્ષિણ બાજુમાં એક પાતળી રેખા બહારની તરફ જતી દેખાય છે. આ રેખા એમ દેખાય છે કે તે શ્રીલંકા અને ભારતને જોડે છે. પહેલા ક્યારેય તમારા ધ્યાનમાં આવી નહિ હોય, પરંતુ ઈતિહાસની દ્રષ્ટિએ આ જગ્યા બહુ જ મહત્વની છે. તેમજ તે ફરવાલાયક
બેસ્ટ સ્થળ છે. આ સ્થળ અતિશય સુંદર સ્થળ ગણાય છે. અહીંથી સમુદ્ર કિનારો પણ બહુ જ સુંદર દેખાય છે. 

તે તમિલનાડુ રાજ્યમાં રામેશ્વરમ પાસે થોડા અંતર પર છે. જે નૈસર્ગિંક સુંદરતા બાબતે અતિશય સુંદર સ્થળ ગણાય છે. આ સ્થળ સૌથી સુંદર ગણાય છે. તેમ છતાં અહી મુસાફરોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. કારણ કે બહુ જ ઓછા લોકો આ બાબત વિશે જાણે છે. તેમજ અહી સુધી પહોંચવુ પણ બહુ જ અઘરુ છે. 

એવુ કહેવાય છે કે, 1964 માં અહીં ચક્રવાત આવતા બહુ જ નુકસાન થયું હતું. સમુદ્રની સામે કેમ્પસમાં બનેલું કોઠઁદરમાસમી મંદિર બહુ જ ફેમસ છે. આ મંદિરના દર્શન કરવા માટે અહી અનેક લોકો આવે છે. આ મંદિર બહુ જ સુંદર છે. ફોટો પરથી તમે અંદાજ લગાવી શકાય છે કે, આ સ્થળ બહુ જ નિર્જન છે. 

No description available.

અહી ભલે ઓછા લોકો જતા હોય, પણ એક સમયે વેપાર અને સમુદ્ર માર્ગે સામાનની અવરજવર માટે આ એક ફેમસ જગ્યા કહેવાતી હતી. 

રામેશ્વરમથી 20 કિમી અંતર પર આવેલ ધનુષકોઠીના રામ સેતુ સાથે આ જગ્યાને સંબંધ છે. કહેવાય છે કે અહીં રામસેતુ જોઈ શકાય છે. કારણ કે આ સેતુ અહીથી જાય છે. અનેક લોકોનું કહેવુ છે કે, આ એ જ જગ્યા છે જ્યાં રાવણના ભાઈ વિભીષણ ભગવાન રામને મળ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news