Dry Lips: શિયાળામાં હોઠ ફાટે ત્યારે અપનાવો આ 3 નુસખા, ફાટેલા હોઠની તકલીફથી મળશે આરામ
Lip care tips for winter: શિયાળામાં તમારા હોઠ પણ વધારે ફાટતા હોય અને ત્વચા ડ્રાય રહેતી હોય તો આ ઘરેલુ નુસખા અજમાવો. આ ઘરેલુ નુસખા એવા છે જેના કરવામાં તમારે કોઈપણ ખર્ચ નહીં થાય અને સાથે જ ફાટેલા હોઠની સમસ્યા પણ દૂર થઈ જશે.
Trending Photos
Lip care tips for winter: શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન હોય છે. હોઠની ત્વચા ચહેરાની ત્વચા કરતા પાતળી અને સંવેદનશીલ હોય છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ હોઠની ત્વચા વધારે ને વધારે ડ્રાય થવા લાગે છે. જેના કારણે હોઠની ત્વચા ઝડપથી ફાટી જાય છે. હોઠની ત્વચા એક વખત ડ્રાય થઈ જાય તો પછી તે ફાટી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે અને દુખાવો પણ થાય છે. હોઠ પર ઘણા લોકો લીપ બામ સહિતની વસ્તુઓ લગાડે છે પરંતુ તેમ છતાં હોઠની સમસ્યા દૂર થતી નથી.
શિયાળામાં તમારા હોઠ પણ વધારે ફાટતા હોય અને ત્વચા ડ્રાય રહેતી હોય તો આ ઘરેલુ નુસખા અજમાવો. આ ઘરેલુ નુસખા એવા છે જેના કરવામાં તમારે કોઈપણ ખર્ચ નહીં થાય અને સાથે જ ફાટેલા હોઠની સમસ્યા પણ દૂર થઈ જશે.
ફાટેલા હોઠ માટેના ઘરેલુ ઉપાય
શિયાળામાં જો તમારા હોઠની ત્વચા વધારે ડ્રાય રહેતી હોય તો તેના પર મધ અપ્લાય કરો. હોઠ પર મધ લગાડવાથી ડ્રાઈનેસ ઓછી થઈ જાય છે મોજમાં મોશ્ચુરાઇઝિંગ એજન્ટ હોય છે જે હોઠની ત્વચામાં મોઈશ્ચર વધારે છે. મધ લગાડવાથી દુખાવો અને ડ્રાય લિપ્સની સમસ્યા પણ દૂર થાય છે. હોઠ પર મધ લગાવીને 5 મિનિટ માટે હળવા હાથે મસાજ કરવી. ત્યાર પછી હુંફાળા પાણીમાં રૂ બોળીને લિપ્સને સાફ કરી લેવા. દિવસમાં બે થી ત્રણ વખત આ કામ કરશો એટલે ફાટેલા હોઠ ગુલાબની પાંદડી જેવા કોમળ થઈ જશે.
નાળિયેર તેલ
નાળિયેર તેલ નેચરલ મોશ્ચુરાઈઝર છે. તેનાથી શિયાળામાં જ સ્કીન વાળ અને હોઠ મુલાયમ રહે છે. આ સમસ્યાઓ માટે નાળિયેરનું તેલ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે જે સ્કીનને નરીશ કરે છે અને હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે. નાળિયેર તેલને તમે થોડું ગરમ કરીને હોઠ પર અપ્લાય કરશો તો હોઠની ડ્રાયનેસ દૂર થવા લાગશે.
કાકડીનો રસ
કાકડીનો રસ જે રીતે ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે તે રીતે હોઠ પર લગાડવાથી પણ ફાયદો થાય છે. રોજ કાકડી ખાવાથી પણ સ્કિનને ફાયદો થશે. આ સિવાય કાકડીના રસમાં થોડું મધ મિક્સ કરીને તમે હોઠ પર અપ્લાય કરી શકો છો. આ મિશ્રણને હોટ પર લગાવી 15 મિનિટ સુધી રાખવું અને પછી પાણીથી તેને સાફ કરી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે