અમદાવાદના રિક્ષા ચાલકો હવે થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી

શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદના રિક્ષા ચાલકો હવે થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી

Ahmedabad Rickshaw Meter: શહેરમાં રિક્ષા ચાલકોના ભાડાને લઈને છેલ્લા કેટલાંક સમયથી નાના મોટા વિવાદ આવતા રહેતા હોય છે. ત્યારે અમદાવાદ શહેર તંત્રએ રિક્ષા ચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદના રિક્ષા ચાલકો હવે સાવધાન થઈ જજો. તમારી રિક્ષામાં મીટર ના હોય તો લગાવી લેજો. જાન્યુઆરીથી રિક્ષામાં મીટર નહીં હોય તો 1 જાન્યુઆરીથી દંડ ભરવો પડશે. પોલીસ જાન્યુઆરીથી દંડનીય કાર્યવાહી કરશે. 

શહેર કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર સિસ્ટમ ફરજિયાત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. RTOમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં રિક્ષા ચાલક મીટર લગાવતા નથી. જેને લઈને આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.

વિગતો મુજબ મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષા ચાલકને દંડ અપાશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.

મહત્વનું છે કે, રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ ઉઠી હતી. હવે મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી પડશે. જેને લઈ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી તો સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news