શું તમે IAS કે IPS ઓફિસર બનવા માંગો છો, UPSC ઇન્ટરવ્યું પાસ કરવા આ 5 ટિપ્સ આવશે કામ

Tips to Crack UPSC Interview: દરેકનું સ્વપ્ન હોય છે કે તે UPSC પરીક્ષા પાસ કરીને ટોપના અધિકારી બને. આ માટે હજારો ઉમેદવારો લાઈનમાં હોય છે. એમાંથી નસીબના બળિયા જ આ પરીક્ષા ક્રેક કરી શકે છે.   જો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પસંદ કરાયેલા ઉમેદવારો નીચે દર્શાવેલી 5 બાબતોને અનુસરે છે, તો તેમની પસંદગી માટે જરૂર લાભ થશે

શું તમે IAS કે IPS ઓફિસર બનવા માંગો છો, UPSC ઇન્ટરવ્યું પાસ કરવા આ 5 ટિપ્સ આવશે કામ

Top 5 Tips to Crack UPSC Interview: આજે સ્કૂલમાં ભણતા તમામ સ્ટુડન્ટ ભણી ગણીને IAS કે IPS અધિકારી બનવાનો વિચાર કરે છે. એ માટે ધોરણ 10થી જ મહેનત શરૂ કરે છે.  જો તમને ખબર ના હોય તો  UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા દર વર્ષે ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. પહેલી પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુ. આ ત્રણ રાઉન્ડ ક્લીયર કરનાર ઉમેદવાર જ IAS, IPS અથવા IRS બની શકે છે. 

તમે એ યાદ રાખો કે પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્ક્સની હોય રહે છે. તેમાં બે પેપર હોય છે. જેમાં જનરલ સ્ટડીઝ અને સિવિલ સર્વિસીસ એપ્ટીટ્યૂડ ટેસ્ટ (સીએસએટી)નો સમાવેશ થાય છે. આ બંને પ્રશ્નપત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના હોય છે. એક્ઝામ માટે બે કલાકનો સમય આપવામાં આવે છે. સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી)નું બીજું પેપર એટલે કે પેપર-2 - સીએસએટી ક્વોલિફાઇંગ પેપર ગણાય છે. આ પેપરમાં ઓછામાં ઓછા ક્વોલિફાઇંગ માર્ક્સ 33 ટકા ફાયનલ કરાયા છે. પ્રિલિમ્સમાં બે પેપર હોય છે. જે 200 ગુણના રહે છે. આ પ્રશ્નપત્રો હિન્દી અને અંગ્રેજી બંનેમાં સેટ કરવામાં આવે છે. જો કે, અંગ્રેજી ભાષા બાબતે પૂછાયેલા પ્રશ્નો ફક્ત અંગ્રેજીમાં જ આપવાના રહે છે. અંધ ઉમેદવારોને દરેક પેપર માટે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.

ઇન્ટરવ્યુ રાઉન્ડને સરળતાથી કરી શકશો પાસ
આ ત્રણ સ્ટેપમાંથી ઈન્ટરવ્યુ રાઉન્ડ સૌથી મુશ્કેલ રાઉન્ડ છે. કોઈપણ ઉમેદવારની પસંદગી આ રાઉન્ડ પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના ઇન્ટરવ્યું રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે, આજે અમે તેમને જણાવીશું કે તેઓ આ 5 મહત્વપૂર્ણ બાબતોને અનુસરીને આ ઇન્ટરવ્યુ રાઉન્ડને સરળતાથી કેવી રીતે પાર કરી શકે છે.

1. સૌ પ્રથમ તમારે તમારે ડિટેલ એપ્લિકેશન ફોર્મ (DAF) ભરતાં સમયે ખૂબ જ કાળજી લેવાની જરૂર છે. ઇન્ટરવ્યૂ માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તમારો આખો ઇન્ટરવ્યૂ તેના પર આધારિત હશે. વાસ્તવમાં, ઇન્ટરવ્યુમાં પેનલ દ્વારા ફક્ત તમારા દ્વારા વિગતવાર એપ્લિકેશન ફોર્મમાં ભરેલી માહિતી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી તમારે આ ફોર્મ ખૂબ જ કાળજીપૂર્વક ભરવું જોઈએ. જો તમે કોઈ ભૂલથી પણ એવી કોઈ વિગતો લખી જે તમને ખબર નથી તો તમને ભારે પડી શકે છે. 

2. ઇન્ટરવ્યુંની તારીખના એક કે બે દિવસ પહેલાં તમારા બધા દસ્તાવેજોને સારી રીતે તપાસો. જો તમે ઇન્ટરવ્યુ પહેલાં કોઇ ડોક્યુમેન્ટ ચૂકી ગયા હો તો તમે તેને રિ-ચેકિંગ દરમિયાન કાળજીપૂર્વક રાખી શકશો અને ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત ઉમેદવારોએ તેમના અસલ દસ્તાવેજો પણ સાથે રાખવાના રહેશે. જો તમારી પાસે કોઈ પણ દસ્તાવેજ માગવામાં આવે અને તે તમારી પાસે નહીં હોય તો તમે ફેલ થઈ શકો છો. 

3. ઈન્ટરવ્યું પહેલાં ફ્રેશ રહો, પોતાના પર વધારે દબાણ ન કરો નહીંતર ઈન્ટરવ્યુ દરમિયાન તેની અસર તમારા વ્યક્તિત્વ પર જોવા મળશે. ઇન્ટરવ્યું માટે જતા પહેલાં રાત્રે પૂરતી ઊંઘ લો. અને વ્યવસ્થિત તૈયાર થઈને ઈન્ટરવ્યું માટે જાઓ.

4. ફોર્મલ કપડાં પહેરીને જ ઇન્ટરવ્યુ માટે જાઓ. જો આપણે પુરુષો વિશે વાત કરીએ તો, તેઓએ હળવા રંગના શર્ટ અને ઘેરા રંગના પેન્ટ પહેરવા જોઈએ. જ્યારે મહિલા ઉમેદવારોએ સાદો સલવાર-સૂટ અથવા સાડી પહેરવી જોઈએ. આનાથી તમારું વ્યક્તિત્વ ભવિષ્યના અધિકારી જેવું લાગશે.

5. UPSC ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોના વ્યક્તિત્વ અને નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી કરવામાં આવે છે. તેથી, ઇન્ટરવ્યુ દરમિયાન કોઈપણ પ્રકારનું ખોટું બોલવાનું ટાળો. જો તમને કોઈ પ્રશ્નનો જવાબ ખબર નથી, તો તમે સીધા જ પેનલને ના પાડી શકો છો. ખોટો જવાબ આપવાથી તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર પડી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news