ફરી એકવાર ગુજરાતના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં! કેપ્સિકમ મરચાના પાકમાં આવ્યો આ ગંભીર રોગ
અરવલ્લીમાં માવઠા બાદ રોગચાળાએ વધારી ખેડૂતોની મુશ્કેલીમાં મુકાયા છે. કેપ્સિકમ મરચાના પાકમાં રોગ આવતાં જગતના તાતની વધી ચિંતા. થિપ્સ અને કથીરી નામના વાયરસથી પાકને ભારે નુકસાન.
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહિ આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.
પાક કેપ્સિકમ મરચાનો છે, જે ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે આ પાકમાં આવેલા રોગે ખેડૂતોની ચિંતા વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ જિલ્લાની 30 હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં સુધી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર થયું છે.
વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે. તેવામાં સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થિપ્સ અને કથીરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જઈ નષ્ટ થઇ રહ્યો છે. જેથી ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
જિલ્લામાં ખેડૂતોએ એક વીઘા દીઠ 30 થી 50 હજાર ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું. બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યાં છે. તેવામાં પ્રથમ વખતમાંજ ખેડૂતોને આ પ્રકારના રોગે નુકશાન કરાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પાકને બચાવવા દવાનો છઁટ્કાવ પણ કરી રહયા છે, પરંતુ દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબુમાં નહિ આવતા ખેડૂતો લાચાર બન્યા છે અને બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળે તેવી આશા રાખી બેઠા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે