Success Story : એન્જિનિયર વિદ્યાર્થીએ રચ્યો ઈતિહાસ, વિદેશી કંપનીએ 1 કરોડ 13 લાખના પેકેજની ઓફર કરી

Job Offer : ઈન્દોરના એક વિદ્યાર્થી સાહિલને સૌથી મોટુ પેકેજ મળ્યું છે, આ સેલેરી પકેજ ઈન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટીનું સૌથી મોટું પેકેજ ગણવામાં આવે છે 

Success Story : એન્જિનિયર વિદ્યાર્થીએ રચ્યો ઈતિહાસ, વિદેશી કંપનીએ 1 કરોડ 13 લાખના પેકેજની ઓફર કરી

Job Offer : ઈન્દોરના વિદ્યાર્થીઓ વિશ્વભરમા નામ રોશન કરી રહ્યાં છે. તેનુ લેટેસ્ટ ઉદાહરણ છે સાહિલ અલી. સાહિલ અલીને નેધરલેન્ડી એક કંપની દ્વારા 1 કરોડ 13 લાખ રૂપિયાની નોકરીની ઓફર મળી છે. દેવી અહિલ્યા યુનિવર્સિટીના વિદ્યાર્થી સાહિલની આ ઉપલબ્ધિથી પ્રદેશમાં ચર્ચા ચર્ચા થઈ ગઈ છે. તે યુનિવર્સિટીનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. 

વિદ્યાર્થી સાહિલ અલી ડીએવીવીના આઈઆઈપીએસથી અભ્યાસ કરી રહ્યા હતા. સાહિલ બાળપણથી જ તેજ દિમાગ ધરાવતા હતા. તેઓને આ પહેલા પણ અનેક પેકેજની ઓફર થઈ છે. આ પહેલા યુનિવર્સિટીનું બીજુ સૌથી મોટું પેકેજ પણ તેને જ મળ્યુ હતું, જે બેંગલુરુની એક કંપનીએ આપી હતી. તેમાં 46 લાખ વાર્ષિક પેકેજની ઓફર હતી. સાહિલ જણાવે છે કે, તેઓએ પ્લાનિંગથી મહેનત કરી હતી, અને ભવિષ્ય માટે અનેક સપના બનાવ્યા હતા. તે સતત મહેનત અને ફોકસ કરવામાં વિશ્વાસ રાખે છે. 

આ પણ વાંચો : 

કુલપતિ પ્રોફેસર રેણુ જૈને કહ્યું કે, આ વર્ષે ડીએવીવીમાં ગત વર્ષની સરખામણીમાં વધુ પેકેજ મળી રહ્યાં છે. અહીંના વિદ્યાર્થીઓ સારી કંપનીઓમાં ઓફર મેળવી રહ્યાં છે. અંદાજે 6 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. સાહિલ જણાવે છે કે, તેઓ પોતાની આ સફળતાનુ શ્રેય માતાપિતાને આપવા માંગે છે. 

કોવિડ બાદ નોકરીની ઓફર આવી
કોવિડ કાળ પૂરો થયો બાદ ઈન્દોરમાં તેજીથી નોકરીઓ નીકળી છે. ડીએવીવીના વિવિધ ભાગોમાં 982 વિદ્યાર્થીઓને અત્યાર સુધી નોકરીની ઓફર થઈ છે. કેટલાક વિદ્યાર્થીઓને ત્રણથી ચાર અલગઅલગ કંપનીઓએ પસંદ કર્યા છે. આ રીતે કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને 1137 જોબ ઓફર કરાઈ છે. આ રીતે યુનિવર્સિટીએ ગત વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news