મંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરી

વૈશ્વિક મંદીની અસર હેઠળથી ભારત પણ બાકાત રહ્યું નથી. અમેરિકામાં તોળાઈ રહેી મંદીની અસર ભારતના આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ ઉદ્યોગને પડવાનો સૌથી મોટો ખતરો છે. આ સિવાય વૈશ્વિક પુરવઠા શૃંખલા પર મંદીની અસર અને FDIમાં ઘટાડાથી ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.

મંદી આવી તો સૌથી વધુ નોકરીઓ ભારતમાં આ 3 સેક્ટરમાં જશે, તમે તો નથી કરતા ને નોકરી

Global Recession impact on india: અમેરિકામાં ફરી એકવાર મંદીનો ઘંટરાવ સંભળાવવા લાગ્યો છે. જેને પગલે રોકાણકારોએ વિશ્વભરના શેરબજારોમાં હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. વળી, ઘણી મોટી કંપનીઓએ છટણીના નામે કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. અગાઉ 2008ની મહા મંદીમાં વિવિધ ક્ષેત્રોમાંથી લાખો લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ફરી એકવાર મંદીના કારણે નોકરીઓ પર સંકટ ઉભું થયું હોય તેવું લાગી રહ્યું છે. જો મંદી તીવ્ર બની તો ભારતમાં કયા ક્ષેત્રોમાં છટણીનો સૌથી વધુ ભય છે? તે જરા જાણી લેજો....

આ 3 સેક્ટરમાં સૌથી વધારે થશે અસર
મંદીના કારણે અમેરિકન અર્થતંત્રમાં સુધારો નહીં થાય તો તેની અસર સમગ્ર વિશ્વની સાથે ભારતને પણ પડશે. અમેરિકામાં ઘટતી જતી માંગને કારણે ભારતમાંથી નિકાસ પર પણ તેની અસર પડશે. આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગો મોટાભાગે અમેરિકન બજાર પર નિર્ભર હોવાથી આ ત્રણ ક્ષેત્રો મંદીથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. આ સાથે આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ છટણીનો સામનો કરવો પડી શકે છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ અસર પડશે
મંદીની વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ અસર પડશે, જેના કારણે ભારતીય નિકાસકારો માટે સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. નિકાસમાં ઘટાડાની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં મંદીના ઘણા સંકેતો છે. તેમાંથી, બેરોજગારીના આંકડા જાન્યુઆરી 2024 ના નીચા સ્તરથી નોંધપાત્ર રીતે વધ્યા છે. એટલું જ નહીં, જુલાઈ 2024માં બેરોજગારીનો દર 4.3 ટકા પર પહોંચી ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

ભારતમાં સીધું વિદેશી રોકાણ ઘટશે
અમેરિકાની આર્થિક નબળાઈ મંદીમાં ફેરવાશે તો વિશ્વભરના રોકાણકારોનો બજાર પર વિશ્વાસ ઘટશે. પરિણામ એ આવશે કે ભારતમાં આવતા વિદેશી સીધા રોકાણ (FDI)માં ઘટાડો થઈ શકે છે. આ સિવાય અમેરિકન મંદીની અસર ટેક સેક્ટર પર પણ પડશે. છેલ્લા કેટલાક મહિનામાં આ ક્ષેત્રમાંથી સમગ્ર વિશ્વમાં 1.30 લાખ નોકરીઓ જતી રહી છે. માઈક્રોસોફ્ટ ઉપરાંત છટણી કરનારી કંપનીઓમાં ઈન્ટેલ, સિસ્કો જેવા મોટા નામ સામેલ છે. સિસ્કો તો હજુ બીજા કર્મચારીઓને ઘરભેગા કરે તેવી પણ સંભાવના છે. ટેક, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટરમાં હાલમાં નોકરી જવાનો સૌથી મોટો ખતરો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news