ઘરે બેઠા IIMAથી કરી શકો છો MBAનો અભ્યાસ, ઓનલાઈન કોર્સ ફી અને એડમિશન પ્રક્રિયા જાણી લો

IIM Ahmedabad MBA Admission: IIMA દ્વારા શરૂ કરાયેલો હાઇબ્રિડ MBA પ્રોગ્રામ માટે 2 ફેબ્રુઆરીથી પ્રવેશ શરૂ થયો છે. જેઓ પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેઓએ 10 મે 2024 સુધીમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ કોર્સની ફી હપ્તામાં ભરવાનો વિકલ્પ આપવામાં આવશે.

ઘરે બેઠા IIMAથી  કરી શકો છો MBAનો અભ્યાસ, ઓનલાઈન કોર્સ ફી અને એડમિશન પ્રક્રિયા જાણી લો

નવી દિલ્હીઃ IIM Ahmedabad MBA Admission: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે 2-વર્ષનો ઑનલાઇન MBA ડિગ્રી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ ડિગ્રી પ્રોગ્રામ IIM કેમ્પસમાં અને ઓનલાઈન ઈન્ટરએક્ટિવ સેશન્સ દ્વારા હાથ ધરવામાં આવશે. આ ખાસ ઓનલાઈન MBA ડિગ્રી પ્રોગ્રામ ખાસ કરીને પ્રોફેશનલ અને સાહસિકો માટે રચાયેલો છે.

10 મે સુધી ચાલુ રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન 
IIMA દ્વારા શરૂ કરાયેલ હાઇબ્રિડ MBA પ્રોગ્રામ માટે પ્રવેશ 2 ફેબ્રુઆરીથી શરૂ થયો છે. જેઓ પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેઓએ 10 મે 2024 સુધીમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. બે વર્ષના ઓનલાઈન ડિગ્રી MBA પ્રોગ્રામની જાહેરાત કરતા, IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, IIMA વિશ્વ કક્ષાનું શિક્ષણ આપે છે. અમે હવે ઓનલાઈન MBA પ્રોગ્રામ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. જેઓ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ કરે છે તેઓ કારકિર્દીમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતા મેળવશે.

કોણ પ્રવેશ લઈ શકશે?
ઓનલાઈન MBA ડિગ્રી પ્રોગ્રામ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે, ઉમેદવાર પાસે આ ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ઉમેદવારોને IIMA એન્ટ્રન્સ ટેસ્ટ (IAT/CAT/GMAT/GRE) અને ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા પ્રવેશ આપવામાં આવશે.

80% અભ્યાસ ઓનલાઈન થશે, જાણો કેટલી થશે ફી
IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, 'જે લોકો તેમની નોકરી છોડીને 2 વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરી શકતા નથી, તેઓ આવા ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ દ્વારા સરળતાથી એડમિશન લઈ શકશે અને ડિગ્રી મેળવી શકશે.' તેમણે જણાવ્યું કે આ ડિગ્રી પ્રોગ્રામની ફી 20 લાખ રૂપિયા હશે. આ કોર્સમાં, 80 ટકા અભ્યાસ ઓનલાઈન હશે જ્યારે 20 ટકા કેમ્પસમાં ઓફલાઈન મોડમાં હશે.

આ કોર્સની ફી હપ્તામાં ભરવાનો વિકલ્પ આપવામાં આવશે. એડમિશન લેવા પર 2 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે અને ત્યારબાદ દરેક હપ્તામાં 3 લાખ રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન MBA પ્રોગ્રામ એક હાઇબ્રિડ પ્રોગ્રામ હશે, જેમાં IIM કેમ્પસમાં સત્રો અને ઓનલાઈન ઇન્ટરેક્ટિવ સત્રોનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ પાંચ અલગ-અલગ ઓન-કેમ્પસ મોડ્યુલ દ્વારા શીખવવામાં આવશે, જે મુખ્યત્વે કેસ સ્ટડી પર આધારિત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news