કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશે
Canada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
Trending Photos
Indian Students Protest in Canada: ગુજરાતીઓનો હવે કેનેડાથી મોહભંગ થઈ રહ્યો છે. કેનેડામાં ભારતીયોની વધી રહેલી વસ્તી, વિઝા નિયંત્રણ તથા નોકરી મળવાની મુશ્કેલીઓને જોતા હવે ગુજરાતીઓ હવે કેનેડાથી ડાયવર્ટ થયા છે. અમેરિકા, કેનેડા બાદ હવે ગુજરાતીઓએ બીજા દેશો પર નજર દોડાવી છે. ત્યારે જર્મની અને ફ્રાન્સ ગુજરાતીઓ માટે નવા ઓપ્શન બન્યા છે.
કેનેડામાં કેમ નથી રહેવું
કેનેડામાં છેલ્લા 3 મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની નવી નીતિનો વિરોધ કરી રહ્યા છે. કેનેડા નવી ફેડરલ ઈમિગ્રેશન પોલિસી લઈને આવ્યું છે. કેનેડામાં રહેતા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ આનો વિરોધ કરી રહ્યા છે. કેનેડાની આ નીતિને કારણે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી હાંકી કાઢવાનો ખતરો છે. ઘણા દેશોના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ, સારા ભવિષ્યની આશામાં કેનેડા જવાનું સપનું જુએ છે, પરંતુ ત્યાંની ઇમિગ્રેશન નીતિમાં ફેરફારને કારણે 70,000 થી વધુ સ્નાતક વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિતતા તરફ ગયું છે. તેમણે પરત મોકલવા માટે ઘરે પરત ફરવું પડી શકે છે.
જર્મની ગુજરાતીઓનો નવો ઓપ્શન
નોકરી માટે વિદેશ જવાનું વિચારી રહેલા ગુજરાતીઓ હવે જર્મની જવાનું વિચારી રહ્યાં છે. હજી ગત અઠવાડિયે જ જ જર્મનીએ ભારતીયો માટે લાંબા ગાળાના વિઝાને મંજૂરી આપી હતી. જર્મની જવા માટે વિઝાની પ્રક્રિયામાં 9 મહિનાનો સમય લાગે છે. હવે તે ઘટીને માત્ર બે અઠવાડિયા થશે. અત્યાર સુધી જર્મનીના અધિકારીઓને વર્ક વિઝાની પ્રક્રિયા કરવામાં લગભગ 9 મહિનાનો સમય લાગ્યો હતો. હવે કુશળ ભારતીય કામદારોના વિઝાની પ્રક્રિયા માત્ર બે મહિનામાં થશે. આ ઉપરાંત જર્મનીમાં સ્કીલ્ડ વર્કર્સની મોટી અછત છે. જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોકે કહ્યું છે કે તેમના દેશને કુશળ કામદારોની તાત્કાલિક જરૂર છે. આ માંગને પહોંચી વળવા માટે વિઝાની પ્રક્રિયાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. જર્મન ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટના 2023ના ડેટા અનુસાર, જર્મનીમાં લગભગ 6 લાખ જગ્યાઓ ખાલી છે. વર્ક વિઝા માટે લાગતો લાંબો સમય કુશળ કામદારોની તાલીમને અસર કરે છે. ત્યારે ગુજરાતીઓની નજર હવે જર્મની પર પડી છે.
ફ્રાન્સ બન્યો બીજો ઓપ્શન
ફ્રાન્સ ગુજરાતી પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ છે. શેંગેન વિઝા સ્ટેટિસ્ટિક્સ 2022ના ડેટાને ટાંકીને ધ હિન્દુના અહેવાલ મુજબ, ભારતીય પ્રવાસીઓ માટે પાંચ સૌથી લોકપ્રિય અને માંગવામાં આવતા સ્થળોમાં ફ્રાન્સ પહેલા સ્થાને છે. જ્યાં ભારતીયો દ્વારા 138,000 વિઝા અરજીઓ કરવામા આવી હતી. તો જર્મનીમાં 76,352 વિઝા અરજી કરાઈ હતી.
એક તો ફ્રાન્સનો પાસપોર્ટ દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. ફ્રાન્સે ગત મહિને જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાંથી 30,000 વિદ્યાર્થીઓને આવકારવાનું તેનું ટાર્ગેટ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા, સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવા અને ભારત અને ફ્રાન્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધારવાનો છે. નવા પ્રોગ્રામ હેઠળ, ફ્રાન્સ ભારતીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષના શેંગેન સર્ક્યુલેશન વિઝા ઓફર કરવાની યોજના ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસ મુલાકાત દરમિયાન ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે "રેડ કાર્પેટ" પાથરવાની મોટી નવી પહેલોની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે