મેદાનમાં બોલરો જેના નામથી ધ્રુજતા હતા તે ઘાતક ખેલાડીએ તેમની જ પત્નીની સેક્સ ટેપ કરી હતી લીક

વિસ્ફોટક બેટિંગ સામે વિરોધી ટીમના બોલરો દયાની જાણે ભીખ માંગતા જોવા મળતા હતા. તેમની ક્રિકેટ કરિયર  જેટલી શાનદાર રહી એટલી જ તેમની પર્સનલ લાઈફ ખુબ વિવાદમાં રહી. તેમણે તેમની ત્રીજી પત્ની મલિકા સિરિસેના જોડે બદલો લેવા માટે તેમની આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવી હતી. 

મેદાનમાં બોલરો જેના નામથી ધ્રુજતા હતા તે ઘાતક ખેલાડીએ તેમની જ પત્નીની સેક્સ ટેપ કરી હતી લીક

શ્રીલંકાના મહાન ક્રિકેટરોમાં જેમની ગણતરી થાય છે તે સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રનો અને સદીઓની હારમાળા સર્જેલી છે. સનથ જયસૂર્યા જ્યારે પણ ક્રિકેટના મેદાનમાં પર બેટિંગ કરવા માટે ઉતરતા હતા ત્યારે બોલરોમાં દહેશત ફેલાતી હતી. સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 21032 રન કર્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સનથ જયસૂર્યાએ 42 સદી ફટકારી છે. તેમના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 352 છગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ નોંધાયેલો છે. 

સૌથી મોટો વિવાદ
સનથ જયસૂર્યાની વિસ્ફોટક બેટિંગ સામે વિરોધી ટીમના બોલરો દયાની જાણે ભીખ માંગતા જોવા મળતા હતા. સનથ જયસૂર્યાની ક્રિકેટ કરિયર  જેટલી શાનદાર રહી એટલી જ તેમની પર્સનલ લાઈફ ખુબ વિવાદમાં રહી. સનથ જયસૂર્યાએ તેમની ત્રીજી પત્ની મલિકા સિરિસેના જોડે બદલો લેવા માટે તેમની આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવી હતી. 

જયસૂર્યાએ લીક કરાવી હતી સેક્સ ટેપ
વર્ષ 2017માં એવા સમાચાર આવ્યા હતા કે સનથ જયસૂર્યાએ તેમની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાની આપત્તિજનક સેક્સ ટેપ લીક કરાવી હતી. રિપોર્ટ્સ મુજબ આવું તેમણે  બદલો લેવા કર્યું હતું. આ સેક્સ ટેપ અંગે સૌથી પહેલા શ્રીલંકાના અખબાર ધ કોલંબો ટેલિગ્રાફે રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. ધ કોલંબો ટેલિગ્રાફે દાવો કર્યો હતો કે સનથ જયસૂર્યા અને તેમની એક્સ વાઈફની સેક્સ ટેપ લીક થઈ છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 

એક વર્ષની અંદર તૂટ્યા પહેલા લગ્ન
એક્સ વાઈફે આરોપ લગાવ્યો હતો કે આ સેક્સ ટેપ સનથ જયસૂર્યાએ તેમની સાથે બદલો લેવા માટે કરાવી હતી. ત્યારબાદ સનથ જયસૂર્યાની એક્સ વાઈફ તરફથી તેમની એક મિત્રએ સાઈબર સિક્યુરિટી સેલમાં ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. જયસૂર્યાએ ત્રણવાર લગ્ન કર્યા અને ત્રણેય લગ્ન નિષ્ફળ ગયા. તેમના પહેલા લગ્ન 1998માં એર શ્રીલંકાના ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદ કરુણાનાયક સાથે થયા હતા. આ લગ્ન એક વર્ષની અંદર જ તૂટી ગયા. 

જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર
સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 3 બાળકો છે. ત્યારબાદ વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ બીજી પત્ની સંદ્રા ડિસિલ્વાને ડિવોર્સ આપી દીધા હતા. 

ત્રીજી પત્ની અભિનેત્રી હતી
રિપોર્ટ્સ મુજબ સનથ જયસૂર્યા અને મલિકા સિરિસેનાએ એક મંદિરમાં સીક્રેટ લગ્ન કર્યા હતા. સનથ જયસૂર્યાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના વ્યવસાયે અભિનેત્રી હતી. બંનેએ ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. જો કે થોડા સમય બાદ મલિકા સિરિસેનાએ સનથ જયસૂર્યાને  છોડીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. 

સેક્સ ટેપ કરાવી લીક
ત્યારબાદ એવા સમાચાર આવ્યા કે સનથ જયસૂર્યાએ મલિકા સિરિસેના જોડે બદલો લેવા માટે તેની આપત્તિજનક વીડિયો ટેપ લીક કરાવી હતી. ક્રિકેટ કરિયર જોઈએ તો સનથ જયસૂર્યાએ શ્રીલંકા માટે 110 ટેસ્ટ મેચોમાં 6,973 રન કર્યા હતા. જેમાં 14 સદી સામેલ હતી. 445 વનડે મેચોમાં જસસૂર્યાએ 13,430 રન કર્યા. જેમાં તેની 28 સદી સામેલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જયસૂર્યાના નામે 440 વિકેટ નોંધાયેલી છે. જયસૂર્યાએ વર્ષ 2011માં સન્યાસ લીધો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news