'મિશન શક્તિ'ને અંજામ આપનાર DRDO ની સામાન્ય જનતાને ચેલેન્જ, જીતો 10 લાખનું ઇનામ

'મિશન શક્તિ'ને અંજામ આપનાર DRDO ની સામાન્ય જનતાને ચેલેન્જ, જીતો 10 લાખનું ઇનામ

અતંરિક્ષમાં એન્ટી મિસાઇલથી લાઇવ સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરનાર દેશના રક્ષા સંસ્થાન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની એક ચેલેંજને પુરી કરીને તમે 10 લાખ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકો છો. 'ડેર ટૂ ડ્રીમ' નામે આપવામાં આવેલા પડકારને જીતીને.

શું છે ડેર ટૂ ડ્રીમ ચેલેંજ
ડેર ટૂ ડ્રીમ સ્પર્ધા હેઠળ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ, ઓટોનોમસ સિસ્ટમ, સાઇબર સિક્યોરિટી, હાઇપર સોનિક ટેક્નોલોજી, ક્વાંટ કમ્યૂટિંગ, સોલ્જર એઝ એ સિસ્ટમ જેવા વિષયો પર રિસર્ચ કરવું પડશે. ઉમેદવારોને એવા પ્રપોઝલ આપવા પડશે જે આ ડોમેનને પ્રભાવિત કરે છે.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. વધુમાં વધુ ઉંમરની કોઇ સીમા નથી.

કેવી રીતે કરશો અરજી
ઇચ્છુક ઉમેદવાર નક્કી ફોર્મેટ પર 31 માર્ચ 2019 સુધી ડીઆરડીઓની વેબસાઇટ drdo.gov.in પર અરજી કરી શકે છે. તેના હેઠળ વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે સ્ટાર્ટ-અપ શ્રેણીમાં 10 લાખ થી 6 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. સ્ટાર્ટ અપ શ્રેણીમાં અરજી માટે ડીઆઇપીપીથી માન્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news