10th Pass, ITI પાસ માટે નિકળી બમ્પર ભરતી, સેલરી 47000 રૂપિયા, અહીં કરો અરજી

Sarkari Naukri 2024 NCL Recruitment 2024: નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (NCL) માં નોકરી (Govt Job Bharti) મેળવવાની સુવર્ણ તક છે. જેમણે ITI અને 10મું પાસ કર્યું છે તેઓએ આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચે. 

10th Pass, ITI પાસ માટે નિકળી બમ્પર ભરતી, સેલરી 47000 રૂપિયા, અહીં કરો અરજી

NCL Recruitment 2024: નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ (NCL) માં નોકરી (Sarkari Naukri) મેળવવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ તક છે. જો તમારી પાસે 10મું પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા ડિપ્લોમા છે, તો NCL મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં સહાયક ફોરમેન (ગ્રેડ C) ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેઓ ઑનલાઇન અરજી કરવા માગે છે તેઓ NCLની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી પક્રિયા 15 જાન્યુઆરી 2024 થી શરૂ થઇ ગઇ છે અને 5 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. એનસીએલ ભરતી 2024 અંતગર્ત કુલ 150 પદો પર જગ્યા ભરવામાં આવશે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો.  આ વાતોને ધ્યાનથી વાંચો. 

NCL અંતગર્ત આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
સહાયક ફોરમેન (E&T) (ટ્રેની) ગ્રેડ-C E&T- 09 પોસ્ટ્સ
આસિસ્ટન્ટ ફોરમેન (મિકેનિકલ) (ટ્રેની) ગ્રેડ-સી માઈન્સ – 59 જગ્યાઓ
આસિસ્ટન્ટ ફોરમેન (ઇલેક્ટ્રિકલ) (ટ્રેની) ગ્રેડ-સી માઇન્સ – 48 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ (E&M) – 34 જગ્યાઓ
પોસ્ટ્સની કુલ સંખ્યા - 150 પોસ્ટ્સ

NCL ભરતી માટે હોવી જોઇએ આ જરૂરી લાયકાત
આસિસ્ટન્ટ ફોરમેન (E&T) (ટ્રેની) A- કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.

સહાયક ફોરમેન (મિકેનિકલ) (ટ્રેની) A- કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકાર માન્ય સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.

આસિસ્ટન્ટ ફોરમેન (ઈલેક્ટ્રિકલ) (ટ્રેની) – કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેટ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપરાંત, કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news