OMG...યુવતીની જોબ તો જુઓ, 1 કરોડ રૂપિયા પગાર અને 6 મહિનાની રજા, કોઈ ડિગ્રી નહીં છતાં શાનદાર કમાણી!

આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે એવી કોઈ નોકરી મળી જાય કે જેમાં પૈસાની સાથે સાથે હરવા ફરવા પણ મળે અને લાઈફમાં બસ ઝિંગા લાલા....જો કે દરેકનું નસીબ આવું ક્યાં હોય. પરંતુ અમે તમને આજે એક એવી યુવતી વિશે જણાવીશું જેની નોકરી કઈક આવી જ છે.

OMG...યુવતીની જોબ તો જુઓ, 1 કરોડ રૂપિયા પગાર અને 6 મહિનાની રજા, કોઈ ડિગ્રી નહીં છતાં શાનદાર કમાણી!

આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે એવી કોઈ નોકરી મળી જાય કે જેમાં પૈસાની સાથે સાથે હરવા ફરવા પણ મળે અને લાઈફમાં બસ ઝિંગા લાલા....જો કે દરેકનું નસીબ આવું ક્યાં હોય. પરંતુ અમે તમને આજે એક એવી યુવતી વિશે જણાવીશું જેની નોકરી કઈક આવી જ છે. યુવતીનું કહેવું છે કે તેની લાઈફ જેટલી શાનદાર છે એવી તો કોઈની નહીં હોય. 

ઓસ્ટ્રેલિયામાં રહેતી આ યુવતીનું નામ એશ્લિયા છે અને તે વર્ષમાં ફક્ત 6 મહિના જેટલું કામ કરે છે પરંતુ તેને તેના આ કામમાંથી આરામથી $120,000 એટલે કે ભારતીય ચલણમાં જોઈએ તો આશરે 99,45,546 રૂપિયા મળી રહે છે. છોકરી વર્ષમાં ફક્ત 6 મહિના કામ કરે છે પરંતુ તેની કમાણી એટલી વધુ છે કે તે આરામથી બાકીનો સમય હરવા ફરવામાં કાઢી લે છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી એશ્લિયા નામની આ યુવતીને ફરવાનો  ખુબ શોખ છે અને એટલે જ તેની આ નોકરી તેના મતે એકદમ પરફેક્ટ છે. 

6 મહિના રજા, એક કરોડ જેટલો પગાર
વાત જાણે એમ છે કે એશ્લિયા એક ડંપ ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેનું કામ જ એવું છે કે તે મહિનામાં 14 દિવસ કામ કરે છે અને બીજા 14 દિવસ ફક્ત આરામ. Pilbara માઈન્સમાં કામ કરતા તેણે સવારે 4 વાગે જાગીને 12 કલાકની શિફ્ટમાં કામ કરવાનું હોય છે. જો કે જ્યારે પગાર મળે છે તો તેને મહેનતની પાઈ પાઈ વસૂલ થઈ જાય છે. તે પોતાના 14 દિવસની રજાઓનો ભરપૂર ઉપયોગ કરે છે અને અલગ અલગ જગ્યા પર ફરવા જાય છે. ખુબ પાર્ટી કરે છે અને સેર સપાટા દરમિયાન સારું ભોજન પણ કરે છે. તેનું કહેવું છે કે તેની નોકરીમાં ફ્લેક્સિબિલિટીના કારણે તે પોતાની ડ્રીમ લાઈફ જીવી રહી છે. 

શું કામ કરે છે તે પણ જાણો
એશ્લિયાનું કહેવું છે કે તે એક FIFO ટ્રક ડ્રાઈવર છે. તેણ ટ્રેઈની તરીકે શરૂઆત કરી હતી અને તેને કલાકના 3000 રૂપિયા જેટલું વેતન મળતું હતું. 3 મહિના બાદ જ તેનો પગર વધ્યો અને તેને કલાકના 3600 રૂપિયા મળવા લાગ્યા. તેણે પહેલા જ વર્ષમાં 78 લાખ રૂપિયાથી વધુ કમાઈ  લીધા. અનુભવ મુજબ તેણે પોતાના કોન્ટ્રાક્ટ્સ બદલ્યા અને તે કલાકના 4200 રૂપિયા જેટલું કમાવવા લાગી. તેને તેની કંપની તરફથી ત્યાં રોકાઈ રહેવા માટે દર મહિને 165000 રૂપિયા એક્સ્ટ્રા મળે છે. તેની પોતાની કમાણી $112,000 એટલે કે 93 લાખ આસપાસ થઈ જાય છે. બધુ મળ્યા બાદ તે લગભગ એક કરોડ પર પહોંચી જાય છે. 

યુવતી મહિને 14 દિવસ કામ કરતી હોય છે અને આવામાં આખા વર્ષમાં મળીને 6 મહિના રજા જેવું થાય છે અને તે ટેક્નિકલી ફક્ત 6 મહિના કામ કરવાનો જ પગાર લે છે. સોશિયલ મીડિયા પર પોતાની આલીશાન લાઈફ વિશે તસવીરો પણ તે શેર કરતી રહે છે અને જણાવે છે કે ટ્રક ડ્રાઈવર તરીકે પણ લાઈફ કેટલી લક્ઝરી હોઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news