Zee sammelan 2022: ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? મુખ્તાર અબ્બાસ નકવી શું કહ્યું તે ખાસ જાણો

Zee sammelan 2022 : નરેન્દ્ર મોદી સરકારમાં અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ Zee Sammelan 2022 માં ભાગ લીધો.

Zee sammelan 2022: ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? મુખ્તાર અબ્બાસ નકવી શું કહ્યું તે ખાસ જાણો

Zee sammelan 2022 : નરેન્દ્ર મોદી સરકારમાં અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ Zee Sammelan 2022 માં ભાગ લીધો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દેશના રાજકારણમાંથી ધ્રુવીકરણ ખતમ થઈ ગયું છે અને ના તો પછી ક્યાં સુધીમાં ખતમ થશે? જેનો જવાબ આપતા તેમણે કહયું કે જો ધ્રુવીકરણ આપણા દેશમાં હોત તો અમારી સરકાર કે પછી તેના પહેલા જે સરકાર રહી તે વખતે ભાજપને 37-38 ટકા મત મળ્યા છે અને બાકીની પાર્ટીઓને 62-63 ટકા. જેનો અર્થ એ થાય છે કે જો ધ્રુવીકરણ ધર્મ કે કાસ્ટના આધારે થાય તો તે પાર્ટી, કે જેના પક્ષમાં ધ્રુવીકરણ થયું તેને ઓછામાં ઓછા 80 ટકા મત મળવા જોઈએ. એટલે કે દેશમાં જે લોકતંત્રના મૂળિયા ખુબ મજબૂત છે. લોકો પોતાની સમજણશક્તિથી પાર્ટીના ગુણ-દોષના આધારે મતદાન કરે છે. આથી મને તો ક્યાંય ધ્રુવીકરણ જોવા મળતું નથી. 

વધુમાં તેમણે કહ્યું કે જો ધ્રુવીકરણ આ દેશમાં હોત તો આઝાદી બાદ એક ભારત છે અને એક પાકિસ્તાન કે જેણે ઈસ્લામિક ઝંડો લહેરાવ્યો. જ્યારે ભારતે ધર્મનિરપેક્ષતાનો. ત્યારે ભારતમાં 8 ટકા લઘુમતીઓ હતા અને પાકિસ્તાનમાં 24 ટકા. આજે હિન્દુસ્તાનમાં 22 ટકા લઘુમતીઓ છે અને પાકિસ્તાનમાં એક ટકો કે સવા ટકા જેટલા. એટલે કે ભારતની સંસ્કૃતિ, સંસ્કાર સમાવેશી છે. આથી જ્યારે આપણે સર્વધર્મ સમભાવની વાત કરીએ છીએ ત્યારે તે આપણું ધ્રુવીકરણ છે અને દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પણ છે. 

— Zee News (@ZeeNews) June 25, 2022

અલકાયદા-પાકિસ્તાનના પ્રેશરમાં દેશ નથી ચાલતો
લઘુમતી મામલાઓના મંત્રી નકવીએ કહ્યું કે આ દેશ અલકાયદા, પાકિસ્તાનના પ્રેશરમાં નથી ચાલતો. આપણા દેશમાં હાલ વિકાસનો માત્ર એક પ્રવાહ છે અને તે છે સર્વસમાવેશી વિકાસ. અમે જાતિ, ધર્મ, ચહેરો નથી જોતા. ભારતનો વિકાસ થશે તો તમામ સમુદાયોનો વિકાસ થશે. આગળ તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીનો વિકાસનો ડ્રાફ્ટ મતનો સોદો નથી. અમે મુસલમાનો સાથે થતા રાજકીય કપટને ખતમ કર્યું છે. યોજનાઓનો લાભ લઘુમતીઓને અનેક જગ્યાઓ પર સારી રીતે મળ્યો છે. જો પયંગબરનું સન્માન જરૂરી છે તો અન્યોની ભાવનાઓનું પણ સન્માન કરો. 

મુસલમાનોને ટિકિટ કેમ નહી?
મુખ્તાર અબ્બાસ નકવીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટી મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતી તો તેમણે કહ્યું કે વિધાનસભા અને લોકસભામાં ઝોળી ભરીને ટિકિટ વહેંચવાનું કામ તો કોંગ્રેસ અને અન્ય પક્ષો કરે છે. સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે મુસલમાનો સાથે રાજનીતિક કપટ કરાયું છે. તેમને શિક્ષણ મળ્યું નથી, તેઓ ગરીબીમાં છે તેમનો વિકાસ થયો નથી. પ્રગતિ-નોકરીમાં તેઓ પાછળ છે. તેમણે કહ્યું કે મોદી સરકારના 8 વર્ષમાં સ્થિતિ સુધરી છે. પોલીસી પેરાલિસિસમાં ફક્ત હિન્દુ-મુસલમાન જ પ્રભાવિત નથી થતા, પરંતુ સમગ્ર દેશ થતો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news