પાંચ વર્ષ બાદ ઘરે પહોંચ્યા યોગી આદિત્યનાથ, માતા સાથે મુલાકાત કરી લીધા આશીર્વાદ
Yogi Adityanath Uttarakhand Tour: UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 3 દિવસીય પ્રવાસ પર મંગળવારે ઉત્તરાખંડ પહોંચ્યા. અહીં તેમણે પોતાના માતા સાથે મુલાકાત કરી હતી.
Trending Photos
દેહરાદૂનઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસના પ્રવાસ પર મંગળવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથનો આ પ્રથમ ઉત્તરાખંડ પ્રવાસ છે. મંગળવારે યોગી આદિત્યનાથ દેહરાદૂનના જૌલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેબિનેટ મંત્રી પ્રેમચંદ અગ્રવાલ, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું.
માતાને મળ્યા યોગી આદિત્યનાથ
ઉત્તરાખંડ પહોંચીને યોગી આદિત્યનાથે પાંચ વર્ષ બાદ પોતાના માતા સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તસવીર ટ્વિટર પર શેર કરતા યોગી આદિત્યનાથે માત્ર એક શબ્દ લખ્યો 'માં'.
જ્યારે ભાવુક થયા સીએમ યોગી
સાથે બિધ્યાણીમાં મહાયોગી ગુરૂ ગોરખનાથ રાજકીય મહાવિદ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પોતાના ગુરૂને યાદ કરતા ભાવુક પણ થઈ ગયા અને કહ્યુ કે, તેમની જન્મભૂમિમાં તેમનું મૂર્તિનું અનાવરણ કરતા તે પોતાને સૌભાગ્યશાળી અનુભવી રહ્યાં છે.
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022
શરૂઆતી દિવસને કર્યા યાદ
મહત્વનું છે કે મહંત અવૈદ્યનાથનો જન્મ અહીના કાંડી ગામમાં થયો હતો, પરંતુ 1940 બાદ તે ત્યાં ક્યારેય ગયા નહીં. આ સંબંધમાં યોગીએ કહ્યુ કે, મહંત અવૈદ્યનાથ અહીં વધુ સમય રહ્યા નહીં, પરંતુ તે હંમેશા ત્યાંની શિક્ષણ વ્યવસ્થા વિશે પૂછતા રહેતા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેમણે મહંત અવૈદ્યનાથને જણાવ્યુ હતુ કે અહીં કોઈ ડિગ્રી કોલેજ નથી અને તેમની પ્રેરણાથી અહીં મહાવિદ્યાલયની સ્થાપના થઈ છે.
યોગીએ શિક્ષકોને કર્યા સન્માનિત
યોગી આગિત્યનાથે આ તકે પોતાના 6 સ્કૂલી શિક્ષકોને પણ સન્માનિત કર્યા અને કહ્યું કે, તે આ માટે ગૌરવ અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેમને જન્મ પૌડીના પંચૂર ગામમાં થયો અને યમકેશ્વર નજીક ચમોટખાલની એક સ્કૂલમાં તેમણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો. તેમણે કહ્યું કે અહીં આવી તેમને પોતાના તે સ્કૂલ શિક્ષકોની યાદ આવી રહી છે જે હવે દુનિયા છોડી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે