પ્રથમ વખત આજે કુંભમાં મળશે યૂપી કેબિનેટ, CM યોગી સંગમમાં લગાવશે ડૂબકી
29 જાન્યુઆરી કેબિનેટની બેઠક પ્રયાગરાજમાં કુંભમેળા સ્થળના ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં યોજવામાં આવશે. આ બેઠક સવારે 11 વાગે શરૂ કરવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી કુંભના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કરશે.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પ્રયાગરાજના કિનારે ચાલી રહેલા કુંભ મેળામાં આજે (મંગળવાર, 29 જાન્યુઆરી) મંત્રીમંડળની બેઠક કરશે. બેઠક બાદ મુખ્યમંત્રી કુંભમાં પવિત્ર સંગમ સ્નાન પણ કરશે. મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળના તેમના સહયોગી પણ સ્નાન કરી શકે છે. અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, 29 જાન્યુઆરી કેબિનેટની બેઠક પ્રયાગરાજમાં કુંભમેળા સ્થળના ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં યોજવામાં આવશે. આ બેઠક સવારે 11 વાગે શરૂ કરવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી કુંભના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કરશે.
સ્નાન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સંપૂર્ણ મંત્રીમડળના સભ્યો 450 વર્ષ બાદ ખોલવામાં આવેલા અક્ષયવટ અને પવિત્ર સરસ્વતી કૂપના દર્શન કરશે. અવસ્થીના જણાવ્યા અનુસાર આ બધા કાર્યક્રમ બપોર ત્રણ વાગ્યા સુધીમાં પૂરા થઇ જશે. જોકે વિપક્ષના નેતા યૂપી સરકારના આ કાર્યક્રમ પર પ્રહાર પણ કરી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ પૂર્વ સીએમ અખિલેશ યાદવે સરકારના કામને લઇને ટીકા કરી હતી. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે કેબિનેટના આયોજનથી કંઇ થવાનું નથી.
આ રીતે હશે કુંભ કેબિનેટ અને યોગીનો કાર્યક્રમ
- સૌથી પહેલા સવારે 10 વાગે યૂપી સીએમ યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી પહેલાથી કુંભમાં પહોંચી ચૂક્યા છે.
- સીએમ યોગી આદિત્યનાથ સવારે 10:30 વાગે મંત્રીપરિષદની સાથે હનુમાન મંદિરના દર્શન કરશે.
- સવારે 10:40 વાગે યોગી આદિત્યનાથ તેમના સહયોગીઓની સાથે અકબર કિલ્લામાં અક્ષયવટના દર્શન કરશે.
- સવારે 11 વાગે યૂપી સરકારની કેબિનેટ બેઠક શરૂ થશે. આ બેઠક કુંભ મેળાના ક્ષેત્રના પ્રયાહરાજ અધિકૃતતા હોલમાં થશે.
- યોગી તેમની કેબિનેટની સાથે બપોરે 12 વાગે ત્રિવેણી સંગમ સ્થાન તેમજ પૂજા કરશે. બપોરે 1 વાગે લંચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
- યૂપી સરકાર અને મંત્રીઓને બપોર 2:15 વાગે અખાડા પદાધિકારીઓ અને સાધુ સંતોની સાથે મુલાકતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
- બપોર 3 વાગે નેત્ર કુંભનું ભ્રમણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ 3:15 વાગે સીએમ યોગી લખનઉ જવા રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે