Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો
સમગ્ર વિશ્વમાં 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ વર્ષ 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, આ વર્ષે પીએમ મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કરી દીધું છે
Trending Photos
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો કારણે જ વર્ષ 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, આ વર્ષે પીએમ મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયો દ્વારા પીએમ મોદી લોકોને યોગ શીખવાના અને તેના ફાયદા જણાવી રહ્યા છે. પીએમ મોદી આ વીડિયો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પીએમ મોદીએ સૌથી પહેલા 4 જુનના રોજ સોશિયલ મીડિયા પર 'ત્રિકોણાસન'નો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું હતું કે, "21 જુનના રોજ #YogaDay2019 ઉજવવામાં આવશે. હું યોગને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે આહ્વાન કરું છું. યોગના અનન્ય ફાયદા છે. આ વીડિયોમાં તમે ત્રિકોણાસન કરવાની રીત જોઈ શકો છો."
On 21st June, we will mark #YogaDay2019.
I urge you all to make Yoga an integral part of your life and also inspire others to do the same.
The benefits of Yoga are tremendous.
Here is a video on Trikonasana. pic.twitter.com/YDB6T3rw1d
— Narendra Modi (@narendramodi) June 5, 2019
'ત્રિકોણાસન' પછી પીએમ મોદીએ 5 જુનના રોજ 'તાડાસન'નો વીડિયો શેર કર્યો હતો અને તેના ફાયદા જણાવીને આ આસન કરવાની સરળ રીત પણ જણાવી હતી. પીએમ મોદીએ આ એનિમેટેડ વીડિયો શેર કરતા લખ્યું કે, "તાડાસન કરવાથી તમને બીજા અનેક આસન કરવામાં સરળતા રહેશે. આ વીડિયોથી આસનના ફાયદા જાણવામાં પણ તમને મદદ મળશે."
Doing Tadasana properly would enable you to practice many other Asanas with ease.
Know more about this Asana and its benefits. #YogaDay2019 pic.twitter.com/YlhNhcRas8
— Narendra Modi (@narendramodi) June 6, 2019
'ત્રિકોણાસન' અને 'તાડાસન' પછી પીએમ મોદીએ 'વૃક્ષાસન'નો વીડિયો શેર કર્યો હતો અને તેને કરવાની રીત જણાવી હતી. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "વૃક્ષાસન આપણા શરીર અને મગજ માટે કેટલો ફાયદાકારક છે. આ આસનનો વીડિયો નીચે રજુ કર્યો છે."
वृक्षासन हमारे शरीर और मस्तिष्क के लिए कितना फायदेमंद है? आइए देखते हैं इस वीडियो में... #YogaDay2019 pic.twitter.com/QmDlf97JVc
— Narendra Modi (@narendramodi) June 7, 2019
તેના પછી પીએમ મોદીએ 'અર્ધચક્રાસન'ના ફાયદા જણાવતો એક વીડિયો શેર કર્યો અને આ આસન કરવાની રીત પણ બતાવી હતી. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "મજબુત કમર, શ્રેષ્ઠ રક્ત પરિસંચાલન અને બીજું ઘણું બધું...".
Stronger back, better blood circulation and more…
Know why practising Ardha Chakrasana is helpful. #YogaDay2019 pic.twitter.com/qbXAaflWus
— Narendra Modi (@narendramodi) June 8, 2019
'અર્ધચક્રાસન' પછી પીએમ મોદીએ 8 જુનના રોજ 'પાદહસ્તાસન ન'નો વીડિયો શેર કર્યો હતો. પોતાના આ વીડિયોમાં તેમણે પાદહસ્તાસનના ફાયદા અને તેને કરવાની રીત અંગે જણાવ્યું હતું.
Do you practice Padahastasana?
If not, know more about it and the numerous advantages of this Asana. #YogaDay2019 pic.twitter.com/tPdSgTVmZ0
— Narendra Modi (@narendramodi) June 9, 2019
'પાદહસ્તાસન'ના વીડિયો પછી પીએમ મોદીએ 9 જુનના રોજ 'ઉષ્ટ્રાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "ઉષ્ટ્રાસન આરોગ્ય માટે અત્યંત શ્રેષ્ઠ છે. આ આસન દરરોજ કરવાથી કમર મજબુત થાય છે અને શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે."
Ustrasana is wonderful for your health.
Practising this Asana regularly will strengthen the back, shoulders and improve flexibility.
Learn this Asana and make it an integral part of your daily Yoga routine. #YogaDay2019 pic.twitter.com/s6btN9wGIj
— Narendra Modi (@narendramodi) June 10, 2019
પીએમ મોદીએ પોતાના નવા વીડિયોમાં 'ભદ્રાસન'ના ફાયદા જણાવ્યા હતા. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "ભદ્રાસન શરીરને દૃઢ રાખે છે અને મસ્તિષ્કને સ્થિર રાખે છે."
भद्रासन शरीर को दृढ़ रखता है और मस्तिष्क को स्थिर करता है। आइए जानते हैं इस आसन के और कितने सारे फायदे हैं। #YogaDay2019 pic.twitter.com/I9vjtQcgqu
— Narendra Modi (@narendramodi) June 11, 2019
'ભદ્રાસન' પછી પીએમ મોદીએ 'વક્રાસન'ના ફાયદા પણ જણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા આ આસનની રીત અને તેના ફાયદા જણાવ્યા હતા.
Have you ever practiced Vakrasana? Its advantages are numerous and long lasting.
Watch this video. #YogaDay2019 pic.twitter.com/XllWeXUkSC
— Narendra Modi (@narendramodi) June 12, 2019
International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ
13 જુનના રોજ પીએમ મોદીએ વધુ આસન અંગેનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં 'વજ્રાસન' કરવાની રીત અને તેના ફાયદા જણાવ્યા હતા. તેમણે લખ્યું કે, "શરીરમાં શ્રેષ્ઠ રક્તપરિભ્રમણ અને પાચન તંત્રને વજ્રાસન કરીને મજબૂત બનાવો."
Better blood circulation and digestive system are two of the many benefits of Vajrasana.
Do you practice this Asana?
If not, what are you waiting for! #YogaDay2019 pic.twitter.com/vqd3rKs3bW
— Narendra Modi (@narendramodi) June 13, 2019
'વજ્રાસન' પછી પીએમ મોદીએ 'પવન મુક્તાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ આસન ગેસની સમસ્યાથી રાહત અપાવા માટે અત્યંત ફાયદાકારક છે. દરરોજ આ આસન કરવાથી તમને પેટની અનેક તકલીફોમાંથી રાહત મળી જશે.
Sharing a video on the many benefits of Pawanmuktasana. #YogaDay2019 pic.twitter.com/Y4Ka8WWcl1
— Narendra Modi (@narendramodi) June 14, 2019
પીએમ મોદીએ 'શશાંકાસન'નો વીડિયો શેર કરતા લખ્યું કે, "આ આસનને તમારી દિનચર્યામાં સામેલ કરો. જોકે આ આસન કેવી રીતે તમારી લાઈફસ્ટાઈલ બદલી નાખે છે."
Watch this video on Shashankasana.
Make Shashankasana a part of your routine and see the positive changes it brings to your lifestyle. #YogaDay2019 pic.twitter.com/8AvHuzr2Oc
— Narendra Modi (@narendramodi) June 15, 2019
'શશાંકાસન' પછી પીએમ મોદીએ 'ભુજાસન'નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "ભુજંગાસન નિયમિત રીતે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે. આ આસનના અસંખ્ય ફાયદા છે."
भुजंगासन नियमित रूप से करने पर पीठ दर्द में आराम मिलता है। इस आसन के कई सारे फायदे हैं। #YogaDay2019 pic.twitter.com/QtyK8lzpsc
— Narendra Modi (@narendramodi) June 16, 2019
17 જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર 'શલભાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, "મજબુત કાંડુ, પીઠની માંસપેશીઓ અને સ્પોન્ડિલિટિસને અટકાવવા... આવા જ કેટલાક કારણો માટે 'શલભાસન' કરવો ફાયદાકારક છે."
Stronger wrists, back muscles and prevention of spondylitis...just some of the reasons why practising Shalabhasana is beneficial. #YogaDay2019 pic.twitter.com/etloBuR7KB
— Narendra Modi (@narendramodi) June 17, 2019
18 જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર 'સેતુ બંધાસન'નો વીડિયો શેર કર્યો હતો. આ આસન પીઠના નીચેના ભાગની માંસપેશીઓને મજબૂત બનાવે છે.
Have you practiced Setu Bandhasana?
Sharing a video that will teach you the Asana and also state some of its benefits. #YogaDay2019 pic.twitter.com/rc9bZNsjM0
— Narendra Modi (@narendramodi) June 18, 2019
19 જુનના રોજ પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર 'સૂર્ય નમસ્કાર'ના ફાયદા દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. લગભગ 6.46 મિનીટના આ વીડિયોમાં સૂર્ય નમસ્કારના તમામ 12 આસન અંગે દર્શાવાયું છે. પીએમ મોદીએ અત્યાર સુધી શેર કરેલા એનિમેટિડ વીડિયોમાં આ વીડિયો સૌથી લાંબો છે.
Have you made Surya Namaskar a part of your routine?
Do watch this video to know why it is a good idea to do so and the advantages that come with regularly practising it. #YogaDay2019 pic.twitter.com/CqfolZzRrj
— Narendra Modi (@narendramodi) June 19, 2019
ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. આ વખતે ઝારખંડમાં યોગ દિવસનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં લોકો સાથે યોગ કરશે. આ અગાઉ, તેઓ આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગના કાર્યક્રમોમાં રાજધાની દિલ્હી, દહેરાદૂન, ચંડીગઢ અને લખનઉમાં ભાગ લઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે