Wrestlers Protest: સગીર કુસ્તીબાજના પિતાનો દાવો, 'બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી હતી'

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશનના નિવર્તમાન પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવનારી સગીર કુસ્તીબાજના પિતાએ દાવો કર્યો કે હવે તે ભૂલ સુધારવા ઈચ્છે છે. 

Wrestlers Protest: સગીર કુસ્તીબાજના પિતાનો દાવો, 'બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ખોટી ફરિયાદ નોંધાવી હતી'

નવી દિલ્હીઃ Wrestlers Protest: સરકાર અને રેસલરો વચ્ચે ચાલી રહેલો વિવાદ સમાપ્ત થયાના બીજા દિવસે ગુરૂવાર (8 જૂન) એ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સગીર રેસલરના પિતાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતીય રેસલિંગ ફેડરેશનના નિવર્તમાન અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય શોષણની ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. 

સગીર યુવતીના પિતાએ કહ્યું કે બદલાની ભાવનામાં તેમણે WFI પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવી, હવે ભૂલ સુધારવા ઈચ્છે છે, હવે ભૂલ સુધારવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે કોર્ટમાં નહીં પરંતુ અત્યારે સત્ય સામે આવે. 

સગીરાના પિતાએ પીટીઆઈને કહ્યું કે સરકારે પાછલા વર્ષે થયેલી ટ્રાયલમાં તેની પુત્રીની હારની નિષ્પક્ષ તપાસનું વચન આપ્યું છે, તેથી તેમણે સત્ય બોલવાનો નિર્ણય કર્યો છે. 

— Press Trust of India (@PTI_News) June 8, 2023

નોંધનીય છે કે બુધવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રદર્શનકારી રેસલર સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સાથે બેઠક કરી હતી. ત્યારબાદ રેસલરોએ 15 જૂન સુધી આંદોલન સ્થગિત કરી દીધુ હતું. 

સગીરાના પિતાએ શું કહ્યું?
સગીરાના પિતાએ પોતાની અને પોતાની દીકરીનો બૃજભૂષણ વિરુદ્ધ વિવાદનો પણ જવાબ આપ્યો છે. તેની શરૂઆત 2022માં એશિયન અન્ડર-17 ચેમ્પિયનશિપની ટ્રાયલથી થઈ જેમાં સગીર યુવતી ફાઈનલમાં હારી ભારતીય ટીમમાં જગ્યા ન બનાવી શકી. તેણે રેફરીના નિર્ણય માટે બૃજભૂષણને દોષિ ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે- હું બદલાની ભાવનાથી ભરાઈ ગયો હતો કારણ કે રેફરીના એક નિર્ણયથી મારી દીકરીની એક વર્ષની મહેનત બેકાર થઈ ગઈ હતી. મેં બદલો લેવાનો નિર્ણય લીધો. 

બેઠક બાદ રેસલરો અને સરકારે શું કહ્યું હતું?
ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવાર (7 જૂન) એ પ્રદર્શનકારી રેસલરોની સાથે છ કલાક સુધી ચાલેલી મુકાલાતને સકારાત્મક ગણાવતા કહ્યું કે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 15 જૂન સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. 

બૃજભૂષણ સામે શું આરોપ છે?
સિંહ પર એક સગીરા સહિત સાત મહિલા રેસલરોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેને લઈને દિલ્હી પોલીસે ભાજપના સાંસદ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત બે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલામાં રેસલરો બૃજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news