દરેક મહિનાના ફોનમાં સેવ હોવા જોઈએ આ 4 નંબર, ઈમરજન્સી સ્થિતિમાં કરશે તમારી મદદ

Women Helpline Numbers: જો તમે પણ મહિલા છો તો તમારા ફોનમાં ચાર હેલ્પલાઇન નંબર જરૂર સેવ હોવા જોઈએ. આ હેલ્પલાઇન નંબર તમારી સુરક્ષાની ખાતરી કરવામાં તમારી મદદ કરશે. ગમે તે ઈમરજન્સી સ્થિતિમાં મહિલાઓ તેનો ઉપયોગ કરી શકે છે. 
 

દરેક મહિનાના ફોનમાં સેવ હોવા જોઈએ આ 4 નંબર, ઈમરજન્સી સ્થિતિમાં કરશે તમારી મદદ

Helpline Numbers for Women: સરકારે મહિલાઓ માટે ઘણા હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે, જે જરૂર પડવા પર તેની મદદ કરે છે. પરંતુ ઘણી મહિલાઓને તેનો ખ્યાલ હોતો નથી. જેથી મહિલાઓ તેનો લાભ ઉઠાવી શકતી નથી. જો તમે પણ એક મહિલા છો તો તમારા ફોનમાં ચાર હેલ્પલાઇન નંબર જરૂર સેવ હોવા જોઈએ. આ હેલ્પલાઇન નંબર તમારી સુરક્ષાની ખાતરી કરવામાં તમારી મદદ કરશે.

મહિલાઓ ગમે તે સમયે જરૂર પડવા પર આ નંબરોને ડાયલ કરી શકે છે અને જલ્દી તેને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહિલાઓ માટે આ નંબર ખુબ કામના છે. ગમે તે ઈમરજન્સી સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકો છો. આવો તમને ચાર હેલ્પલાઈન નંબરની માહિતી આપીએ.

1. પ્રથમ નંબર
આ લિસ્ટમાં પ્રથમ નંબર છે 1091. આ વુમન હેલ્પલાઇન નંબર છે, જેનો ઉપયોગ તમે કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં કરી શકો છો. જો તમે કોઈ જગ્યાએ ફસાયા છો અને તમારે મદદની જરૂર છે તો આ નંબર તમારી મદદ કરી શકે છે. તમે આ નંબર પર કોલ કરી તમારા માટે મદદ માંગી શકો છો.

2. બીજો નંબર
જો તમારી સાથે ઘરેલુ હિંસા થઈ રહી છે તો તમે 181 નંબર ડાયલ કરી મદદ માંગી શકો છો. ડોમેસ્ટિક વાયોલેન્સથી પીડિત મહિલાઓ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે. આ નંબર પર કોલ કરવાથી તમને મદદ મળી જશે. 

3. ત્રીજો નંબર
આ લિસ્ટનો ત્રીજો નંબર છે 182. જો તમે ટ્રેનમાં સફર કરી રહ્યાં છો તો આ નંબર તમને કામ આવશે. ટ્રેનમાં સફર દરમિયાન જો તમને કોઈ પ્રકારની અસુવિધા થાય છે કે તમને કોઈ મુશ્કેલી પડે તો આ નંબર પર કોલ કરી શકો છો. ટ્રેનમાં ટ્રાવેલ દરમિયાન મહિલાઓના ફોનમાં આ નંબર જરૂર સેવ હોવો જોઈએ.

4. ચોથો નંબર
આગામી નંબર છે 100 કે 112. આ પોલીસનો નંબર છે. જો કોઈ મહિલાને પોલીસની જરૂર પડે છે તો તે આ નંબરથી કોલ કરી પોલીસ પાસેથી મદદ માંગી શકે છે. પોલીસ જલ્દી મહિલાની મદદ કરશે. આ નંબર દરેક મહિલાના ફોનમાં હોવો જોઈએ. કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તમે પોલીસને કોલ કરી મદદ માંગી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news