PM MODIને કોને કહ્યું PM,CM તરીકે બહુ કામ કર્યું હવે આરામ કરો, જાણો મોદીએ શું આપ્યો જવાબ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી 29 ફેબ્રુઆરીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અન્ય દિગ્ગજ નેતાઓના નામ પણ હશે. 

PM MODIને કોને કહ્યું PM,CM તરીકે બહુ કામ કર્યું હવે આરામ કરો, જાણો મોદીએ શું આપ્યો જવાબ

BJP LIST: લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 13મી માર્ચ આસપાસ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે એ પહેલાં ભાજપ પોતાના 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર 29મીની મીટિંગ બાદ ભાજપ 100 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. જેમાં પાર્ટીના બંને સૌથી શક્તિશાળી નેતાઓ - વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ યાદીમાં સામેલ થવાની શક્યતા છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે, જ્યાંથી તેઓ બે વખત જીત્યા છે.

લોકસભા ચૂંટણી
'એનડીટીવી'ના અહેવાલ મુજબ, બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે. આ પછી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. ભાજપની પ્રથમ યાદી મહત્વની હશે કારણ કે શાસક પક્ષે લોકસભાની 543માંથી 370 બેઠકો જીતવાનો વિશાળ લક્ષ્‍યાંક નક્કી કર્યો છે અને એનડીએ માટે 400 બેઠકો મેળવવાની દિશામાં કામ કરી રહી છે. મોદી કોઈ પણ સંજોગોમાં આ ટાર્ગેટ પૂરો કરવા માગે છે. આ માટે ઉત્તર ભારતના રાજ્યો સૌથી વધારે અગત્યના છે. ભાજપને દક્ષિણમાંથી સપોર્ટ મળ્યો તો જ આ ટાર્ગેટને પહોંચી શકાશે. 

અમિત શાહ ગાંધીનગરથી 2019ની ચૂંટણી લડ્યા હતા, ત્યાં સુધી આ બેઠક ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પાસે હતી.  પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે, જ્યાંથી તેઓ બે વખત જીત્યા છે. તેઓ 2014માં 3.37 લાખ મતોના જંગી માર્જિન સાથે ચૂંટાયા હતા અને 2019માં તે વધીને 4.8 લાખ મતો પર પહોંચી ગયા હતા. ગયા અઠવાડિયે, વડા પ્રધાન મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને 370 બેઠકો જીતવાના પક્ષના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખંતપૂર્વક કામ કરવા વિનંતી કરી હતી અને તેમને કહ્યું હતું કે આગામી 100 દિવસ મહત્વપૂર્ણ હશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભાની ચૂંટણી ભારે દબદબાભેર જીતવા માગે છે. ગુજરાતમાંથી હાલમાં અમિત શાહનું નામ ફાયનલ છે. ભાજપ 20 લોકસભા બેઠકો પર સાંસદોને બદલી શકે છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે, તેઓ સત્તાનો લાભ ઉઠાવવા માટે ત્રીજી મુદત માંગી રહ્યા નથી. તેના બદલે તે દેશ માટે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. તેમણે કહ્યું હતું કે “એક વરિષ્ઠ નેતાએ મને એકવાર કહ્યું હતું કે મેં વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન તરીકે ઘણું કામ કર્યું છે અને મારે આરામ કરવો જોઈએ. પરંતુ હું ‘રાજકારણ’ માટે નહીં પણ ‘રાષ્ટ્રીય નીતિ’ માટે કામ કરું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news