શક્તિશાળી અપાચે હેલિકોપ્ટર વાયુસેનાની શક્તિ વધારશે, અભિનંદન ઉડાવશે મિગ-21 વિમાન
ફેબ્રુઆરી મહિનામાં બાલાકોટ હવાઈ હુમલા પછી પાકિસ્તાનના F-16 વિમાનનો પીછો કરતા સમયે મિગ-21 તુટી પડતાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા હતા અને બે દિવસ સુધી પાકિસ્તાનના કબ્જામાં રહ્યા હતા. તાજેતરમાં જ અભુતપૂર્વ શૌર્ય દેખાડવા બદલ ભારત સરકારે 73મા સ્વતંત્રતા દિવસે તેમનું 'વીર ચક્ર' વડે સન્માન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પઠાણકોટ એરબેઝ ખાતે વિશ્વના સૌથી શક્તીશાળી 'બોઈંગ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર'ના વાયુસેનામાં સમાવેશ સમારોહ દરમિયાન મિગ-21 વિમાન ઉડાવશે. 3 સપ્ટેમ્બરના રોજ પઠાણકોટ એરબેઝ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં બાલાકોટ હવાઈ હુમલા પછી પાકિસ્તાનના F-16 વિમાનનો પીછો કરતા સમયે મિગ-21 તુટી પડતાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા હતા અને બે દિવસ સુધી પાકિસ્તાનના કબ્જામાં રહ્યા હતા. તાજેતરમાં જ અભુતપૂર્વ શૌર્ય દેખાડવા બદલ ભારત સરકારે 73મા સ્વતંત્રતા દિવસે તેમનું 'વીર ચક્ર' વડે સન્માન કર્યું હતું.
બોઈંગ AH-64 અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટરની પ્રથમ બેચ જુલાઈ મહિનામાં ગાઝિયાબાદ ખાતે આવેલા વાયુસેનાના હેન્ડોન એરબેઝ ખાતે આવી પહોંચી હતી. અહીં વિવિધ ટ્રાયલ લીધા પછી અપાચે હેલિકોપ્ટરને પઠાણકોટ એરબેઝ ખાતે મોકલવામાં આવ્યા હતા અને હવે તેનો કાયદેસર ધોરણે વાયુસેનામાં સમાવેશ કરવામાં આવનારો છે.
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, 'બોઈંગ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર' ભારતીય વાયુસેનામાં વર્તમાનમાં કાર્યરત અને પઠાણકોટ ખાતે રાખવામાં આવતા Mi-35 હેલિકોપ્ટરનું સ્થાન લેશે. અપાચે હેલિકોપ્ટરની સ્ક્વાડ્રનને કમાન્ડર ગ્રૂપ કેપ્ટન એમ. શાયલુ બનશે.
'બોઈંગ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર'ની વિશેષતાઓ
- સમગ્ર વિશ્વમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. અમેરિકા સહિત અનેક સેનાઓ તેનો ઉપયોગ કરે છે.
- 30-mm મશીનગન હોય છે, જે એક સાથે 1200 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે.
- તેમાં એન્ટીટેન્ક હેલફાયર મિસાઈલ તૈનાત હોય છે, જે કોઈ પણ ટેન્કનો વિનાશ કરવા શક્તિશાળી છે.
- હાયડ્રા અનગાઈડેડ રોકેટ ફીટ કરેલું હોય છે, જે જમીન પર કોઈ પણ ટાર્ગેટને સચોટ નિશાન સાધે છે.
- 150 નોટિકલ માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડવામાં સક્ષમ હોવાના કારણે દુશ્મનના ઠેકાણા પર ઝડપથી પહોંચે છે.
- ચોક્કસ ટાર્ગેટ પર નિશાન સાધવા માટે અને અપહરણની ઘટનાઓમાં અત્યંત ઉપયોગી હેલિકોપ્ટર છે.
- થલ સેનાને વિવિધ ઓપરેશન પુરા કરવામાં આ હેલિકોપ્ટર અત્યંત મદદરૂપ થાય તેવા છે.
અમેરિકાના એરિઝોનામાં મેસા ખાતે આવેલા બોઈંગ કંપનીના પ્રોડક્શન સેન્ટર ખાતે 10 મે, 2019ના રોજ ભારતીય વાયુસેનાના અધિકારીઓને 'બોઈંગ AH-64E અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર'ની પ્રથમ બેચ સોંપવામાં આવી હતી. એર માર્શલ એ.એસ. બુટોલાએ પ્રથમ બેચનો સ્વીકાર કર્યો હતો.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે