પોર્ન દેખાડી કરતો ઘૃણાસ્પદ કામ, માસૂમ બાળકીઓને બનાવતો શિકાર, પોલીસે કરી ધરપકડ

દિલ્હી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માસૂમ બાળકીઓ સાથે અવારનવાર છેડછાડ કરતો હતો. આરોપી પીડોફીલિયા બીમારીનો શિકાર છે. પોલીસે ત્રણ બાળકીઓના નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરી છે

પોર્ન દેખાડી કરતો ઘૃણાસ્પદ કામ, માસૂમ બાળકીઓને બનાવતો શિકાર, પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માસૂમ બાળકીઓ સાથે અવારનવાર છેડછાડ કરતો હતો. આરોપી પીડોફીલિયા બીમારીનો શિકાર છે. પોલીસે ત્રણ બાળકીઓના નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધીમાં આવી કેટલી બાળકીઓને શિકાર બનાવી છે.

આ રીતે સામે આવ્યો મામલો
આ મામલે જાણકારી આપતા દિલ્હીના દ્વારકા ડિસ્ટ્રીક્ટના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 24 ઓગસ્ટની બપોરે લગભગ 12 વાગ્યે નઝફગઢ વિસ્તારની પોલીસને જાણકારી મળી હતી કે, એક 12 વર્ષની બાળકી ઘર નજીકથી ગુમ થઇ ગઇ છે. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તેના થોડા સમય બાદ બાળકી પોતાની જાતે જ તેના ઘરે પહોંચી ગઇ હતી. પરંતુ આ બાળકી બીમાર અને ભયભતી હોય તેવું જણાઇ રહ્યું હતું.

CCTV ફૂટેજના આધારે થઇ આરોપીની ઓળખ
પોલીસે બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. બાળકીના નિવેદનના આધારે પોક્સો એક્ટમાં કેસ દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બીટ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વેદ પ્રદાશને સમગ્ર વિસ્તારના લગભગ 40થી 50 સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં સીસીટીવીમાં એક શખ્સ શંકાસ્પદ જણાઇ આવ્યો હતો. જ્યારે બાળકીને તેના ફૂટેજ બતાવવામાં આવ્યા, ત્યારે તેણે તેની ઓળખી કાઢ્યો હતો.

વધુ બે બાળકીઓની ફરિયાદ નોંધાઇ
તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં બે પીડિત બાળકીઓ તેના પરિવાર સાથે પહોંચી હતી. આ બંને બાળકીઓની ઉંમર 12 અને 14 વર્ષ છે. બંને બાળકીઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેમને ડરાવી તેની સાથે લઇ ગયો હતો અને ધમકી આપી હતી.

બાઇકના નંબરથી આરોપીના ઘરે પહોંચી પોલીસ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને બાળકીઓના નિવેદન બાદ સીસીટીવી ફૂટેજની વધુ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આરોપી તેની બાઇક પર સવાર જોવા મળ્યો હતો. આરોપીની બાઇકના નંબરના આધારે પોલીસ તેના ઘરે પહોંચી તેની ધરપકડ કરી હતી.

પોર્ન વીડિયો જોવાનો શોખીન હતો આરોપી
આરોપીનું નામ પવન કુમાર છે. તેની ઉંમર 20 વર્ષ છે. આરોપી ટેલરિંગનું કામ કરે છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, ગત એક મહિનાથી તે આ પ્રકારના કિસ્સાઓને અંજામ આપી રહ્યો હતો. આરોપી પોર્ન વીડિયોનો શોખીન છે. તેના કારણે આરોપી પીડોફિલિયા નામની બીમારીનો શિકાર બન્યો હતો. આરોપીને યાદ નથી કે તેણે અત્યાર સુધીમાં કેટલી બાળકીઓને શિકાર બનાવી છે.

અવારનવાર બનતી ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
આ વિસ્તારના પ્રધાન લલિત ઠાકુરે જણાવ્યું હતું કે, ગત એક મહિનાથી સાંભળવામાં આવી રહ્યું હતું કે, બાળકીઓ સાથે ખોટું થઇ રહ્યું છે. એક શખ્સ બાઇક પર આવતો અને બાળકીઓને ડરાવી તેની સાથે લઇ જતો અને તેમની સાથે છેડછાડ કર્યા બાદ ફરાર થઇ જતો હતો. આ પ્રકારની અવારનવાર બનતી ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો આરોપી
પોલીસ દ્વાર આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી પર આઇપીસી કલમ 363 અને 8 પોક્સો એક્ટ અંતર્ગત તેની ધરપકડ કરી જેલ ભેગો કરી દેવાયો છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે આ ત્રણ બાળકીઓ ઉપરાંત અત્યાર સુધીમાં આવી કેટલી બાળકીઓને શિકાર બનાવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news