શું બિહારના સીએમની ખુરશી છોડી રાજ્યસભા જશે નીતીશ કુમાર? જાણો તેમનો જવાબ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીએમ પદેથી રાજીનામુ આપવા અને રાજ્યસભાના સાંસદ બનવાની અફવાઓ નકારી દીધી છે. તેમણે કહ્યું કે, તે આ વાત સાંભળીને ચોંકી ગયા છે. 
 

શું બિહારના સીએમની ખુરશી છોડી રાજ્યસભા જશે નીતીશ કુમાર? જાણો તેમનો જવાબ

પટનાઃ શું નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે નહીં? શું તે રાજ્યસભા સાંસદ બનવાના છે? આ અટકળો વચ્ચે નીતીશ કુમાર ખુદ સામે આવ્યા અને જવાબ આપ્યો છે. નીતીશ કુમારે કહ્યુ કે, હું ચોકી ગયો છું કે કોણ આવી ખબરો ફેલાવી રહ્યાં છે. 

રાજ્યસભા જવાના સમાચાર પર શું બોલ્યા નીતીશ કુમાર?
જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પૂછવામાં આવ્યું કે શું તમે સીએમનું પદ છોડવાના છો, તો તેમણે મીડિયા પર નિશાન સાધતા કહ્યુ કે, તે ગમે તે છાપે છે. જ્યારે મેં તે વાંચ્યુ તો હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. 

— ANI (@ANI) April 4, 2022

હજુ સુધી રાજ્યસભા સાંસદ બન્યા નથી નીતીશ
ઉલ્લેખનીય છે કે બિહારના સીએમ નીતીશ કુમાર ભલે રાજ્યસભા જવાના સમાચારને અફવા કહી રહ્યાં હોય, પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે તે લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય રહી ચુક્યા છે, અત્યાર સુધી રાજ્યસભા બાકી છે. 

રાજકીય વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમ
મુખ્યમંત્રીના આ નિવેદન બાદ તે વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મુખ્યમંત્રી નીતીશ કુમારની ઇચ્છા રાજ્યસભા જવાની છે. ઘણા લોકોએ તેની ચર્ચા પણ શરૂ કરી દીધી કે નીતીશ કુમારને રાજ્યસભા મોકલવામાં આવી શકે છે. હકીકતમાં નીતીશ કુમારના રાજ્યસભાના સભ્ય અત્યાર સુધી ન બનવાના નિવેદન બાદ ચર્ચાનું બજાર ગરમ હતું. પરંતુ હવે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news