CAR નું AC સર્વિસ કરાવતી વખતે આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો મોંઘી ગાડીમાં પણ થશે ગભરામણ!

CAR નું AC સર્વિસ કરાવતી વખતે આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો મોંઘી ગાડીમાં પણ થશે ગભરામણ!

નવી દિલ્લીઃ ઉનાળો શરૂ થઈ ગયો છે અને આગમાંથી વરસતા અગનગોળાથી લોકો પરેશાન થઈ ગયા છે. જો તમારે ગરમીમાં ક્યાંય જવું હોય તો કારમાં સવારી કરો નહીં તો બિમાર થઈ જશો..જી હા પરંતુ  જો કારનું એસી યોગ્ય રીતે કામ નથી કરતું તો તમે હેરાન પરેશાન થઈ જશો. કારમાં એસી ચાલુ હોય તો તમે સારી રીતે મુસાફરી કરી શકો છે. ત્યારે અમ તમને કારમાં AC સર્વિસ કરાવતી વખતે કંઈ વાત ધ્યાનમાં રાખવી  જોઈએ તે સમજાવીશું.

એર ફિલ્ટરનું ચેકિંગ-
એર કંડિશનર યોગ્ય રીતે કામ નથી કરતું તો  તો તેનું  કારણ એર ફિલ્ટર અને ACમાં સમસ્યા છે. આનાથી ACમાં હવાનો ફ્લો ઓછો થઈ જશે. જેથી દર અઠવાડિયે તમારે સાફ સફાઈ કરવી પડશે.જેથી એસી ઉનાળામાં વધુ સારી રીતે ઠંડક આપશે. ફિલ્ટરને સમયસર પર સાફ કરો અને જો જરૂરી હોય તો તેને બદલી નાંખો.

ધૂળ અને ભેજ-
ACની સમસ્યાનું બીજું સૌથી મોટું કારણ ધૂળ અને ભેજ છે. જેથી તમે તમારી કારને સાફ કરો...કારના તમામ કાર્પેટની સાફ-સફાઈ કરો...ધૂળ એસીની અંદર ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખો..નહીં તો ઠંડક ઓછી થઈ જશે અને એસીમાં સમસ્યા ઉભી થશે..સાફ સફાઈ કરવાથી કુલિંગ સારુ આવશે.

એન્જિન ઓવરહિટીંગ-
જ્યારે કાર ચાલતી હોય ત્યારે એન્જિન ગરમ થાય છે, જે ACની ઠંડકને ઘણી અસર કરે છે. તેનું કારણ એ છે કે ACનું કન્ડેન્સર એન્જિનના રેડિએટરની નજીક હોવું.,  રેડિયેટરને ગરમ થવાનીસાથે એસી કન્ડેન્સર પણ ગરમ થાય છે અને ઠંડક પર અસર કરે છે. જેથી ઠંડક માટે દર 3 મહિને રેડિયેટરને સાફ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news