'હાથ જોડુ છું'... કોંગ્રેસ સાથે કામ કરવાની વાત પર બોલ્યા પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી એવી છે, જે ક્યારેય એક થઈ શકી નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસની એવી સ્થિતિ છે તે પોતે પણ ડુબશે અને સાથે આવનારને પણ ડુબાળશે.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા સમય પહેલાં પ્રશાંક કિશોર કોંગ્રેસમાં જોડાવાના હતા. પરંતુ તે સમયે વાત આગળ વધી નહીં. હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે કામ કરવાની વાત પર બે હાથ જોડી રહ્યા છે. આ ઘટના બિહારની છે. જેનો વીડિયો સામે આવ્યો છે. પોતાના ગૃહ રાજ્યના એક ગામમાં પહોંચેલા પ્રશાંત કિશોરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યાં છે કે કોંગ્રેસ ખુદને નીચે લઈ જશે અને તે પોતાની સાથે બધાને નીચે લઈ જશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ જાહેર કરેલો વીડિયો 30 મેનો છે. જેમાં પ્રશાંત કિશોર એક ગામમાં છે અને તેની આસપાસ અન્ય લોકો બેઠા છે. તેમાં પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યાં છે કે અમે 2015માં બિહારમાં જીત મેળવી. 2017માં અમે પંજાબમાં જીત મેળવી. તો 2019માં જગન મોહન રેડ્ડીના આંધ્ર પ્રદેશમાં જીત. અમે તમિલનાડુ અને બંગાળમાં પણ જીત મેળવી. પ્રશાંત કિશોરે કહ્યુ કે, 11 વર્ષમાં અમે માત્ર એક ચૂંટણી હારી, તે હતી 2017 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી. તેથી મેં નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સામે કામ કરીશ નહીં. આ સાથે તે હાથ જોડવા લાગે છે.
#WATCH | From 2011-2021, I was associated with 11 elections and lost only one election that is with Congress in UP. Since then, I've decided that I will not work with them (Congress) as they have spoiled my track record: Poll strategist, Prashant Kishor in Vaishali, Bihar (30.05) pic.twitter.com/rQcoY1pZgq
— ANI (@ANI) May 31, 2022
ચૂંટણી રણનીતિકાર પીકેએ કહ્યુ કે, કોંગ્રેસ એવી પાર્ટી હતી જે ક્યારેય એક ન થઈ શકી. તેમણે કહ્યું કે વર્તમાન કોંગ્રેસ બોસની સ્થિતિ એવી છે કે તે ખુદ ડુબશે અને પોતાની સાથે આવનારને પણ ડુબાળશે. તેમણે કહ્યું કે હું તેની સાથે જઈશ તો મારૂ ડુબવાનું પણ નક્કી છે. મહત્વનું છે કે આ પહેલાં પીકેએ ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરને નિષ્ફળ ગણાવી હતી. સાથે કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલની આગામી ચૂંટણીમાં પાર્ટીનું કંઈ થવાનું નથી.
આ પણ વાંચોઃ Sidhu Moose Wala Murder: સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પ્રથમ ધરપકડ, આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર
કોંગ્રેસને નવજીવન આપવાના ઈરાદાથી પીકેએ 600 સ્લાઇડનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. પરંતુ પાર્ટી સાથે તેની વાત બની નહીં. પીકેએ સોનિયા ગાંધીને પાર્ટી અધ્યક્ષ જ્યારે કોઈ બિન કોંગ્રેસીને કાર્યકારી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવવાનું સૂચન કર્યુ હતું. આ સાથે રાહુલ ગાંધીને પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડના મુખિયા બનાવવાની વાત કરી હતી. ઘણા દિવસની ચર્ચા બાદ પીકેને એમ્પાવર્ડ એક્શન ગ્રુપના સભ્ય બનાવવાની વાત આવી તો તેમણે પાર્ટીમાં સામેલ ન થવાનું મન બનાવી લીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે