કોલકત્તામાં સિંગર કેકેનું નિધન, કોન્સર્ટ દરમિયાન આવ્યો હાર્ટ એટેક

જાણીતા સિંગર કેકેનું કોલકત્તામાં નિધન થયુ છે. તેઓ એક કોન્સર્ટ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમની તબીયત બગડી હતી. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થવાનું સામે આવી રહ્યું છે. 

કોલકત્તામાં સિંગર કેકેનું નિધન, કોન્સર્ટ દરમિયાન આવ્યો હાર્ટ એટેક

કોલકત્તાઃ સિન્ગિંગ જગતમાંથી દુખના સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા સિંગર કેકે ઉર્ભે કૃષ્ણકુમાર કુણ્ઠનું નિધન થઈ ગયુ છે. તે કોલકત્તામાં કોન્સર્ટ કરી રહ્યા હતા. પરંતુ કોન્સર્ટ બાદ અચાનક તબીયત બગડી અને તે પડી ગયા. તેમને તત્કાલ નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. કેકેની ઉંમર 53 વર્ષ હતી. 

શરૂઆતી જાણકારી મળી તે પ્રમાણે સિંગરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. પરંતુ હજુ ડોક્ટર કંઈ બોલવાથી બચી રહ્યા છે. તેમના પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થઈ જશે. તેમણે હિન્દી ફિલ્મોમાં 200થી વધુ ગીત ગાયા હતા. તેમણે ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં પણ ગીત ગાયા હતા. 

પીએમ મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો

— Narendra Modi (@narendramodi) May 31, 2022

કેકે બોલીવુડના પ્રખ્યાત સિંગર હતા, જેમણે અનેક ભાષામાં ગીત ગાયા છે. તેમને પોતાના અવાજથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. 90ના ગાયકામાં યારો ગીતથી સફળતાની સીડી ચઢનાર કેકેએ રોમેન્ટિકથીલઈને પાર્ટી સોંગ પણ ગાયા છે. પરંતુ હવે તેમના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. 

કેકે બોલીવુડના તે ગાયક હતા, જેની ગીત ક્યારેય જૂના થતા નથી. ખુદા જાને જેવું રોમેન્ટિક ગીત હોય, ઇટ્સ ધ ટાઇમ ટૂ ડિસ્કો અને કોઈ કહે કહતા રહેજેવા ડાન્સ નમ્બર્સ અને તડત તડપ કે કે ઇસ દિલ સે જેવા ગીત દિલમાં ઉતરી જાય છે. પરંતુ હવે આ અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો છે. તેમના નિધનના સમાચાર સાંભળી સિન્ગિંગ જગતમાં શોકની લહેર દોડી ગઈ છે. સિંગર જાવેદ અલી કહે છે કે હું ચોકી ગયો છું, મને આ સમાચારની જાણકારી મારા મેનેજરથી મળી છે. મારા મેનેજર કેકેના મેનેજરના મિત્ર છે. લગભગ તેમણે સમાચાર આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news