રાષ્ટ્રપતિ ભવનમાં પુતિન માટે ન રખાયુ ઔપચારિક રિસેપ્શન, કારણ છે ચોકાવનારૂ

વ્લાદિમિર પુતિન શુક્રવારે સાંજે મોસ્કો જવા માટે રવાના થયા હતા, જો કે તેમના માટે રાષ્ટ્રપતિ ભવનમાં રિસેપ્શન નહોતું રખાયું

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિન માટે ન રખાયુ ઔપચારિક રિસેપ્શન, કારણ છે ચોકાવનારૂ

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાત બાદ શુક્રવારે સાંજે મોસ્કો માટે રવાનાં થઇ ગયા, પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં નહોતું આવ્યું. સુત્રો અનુસાર રશિયાએ ભારતને અપીલ કરી હતી કે, પુતિનની મુલાકાત જેટલી શક્ય હોય અનૌપચારિક રાખવામાં આવે. સુત્રો અનુસાર રશિયાનાં આગ્રહ પર ભારતે પ્રોટોકોલથી અલગ હટીને રાષ્ટ્રપતિ પુતિનનાં માટે રિસેપ્શન નથી આપ્યું. તેના કારણે રશિયાનાં રાષ્ટ્રપતિનેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા માટે વધારે સમય મળી ગયો. 

જો કે રશિયાના રાષ્ટ્રપતિનાં પેક્ડ શેડ્યુઅલ છતા વડાપ્રધાન મોદીએ ગુરૂવારે રાત્રે પોતાનાં આવાસ 7 લોકકલ્યાણ માર્ગ પર તેમનાં માનમાં ડિનર રાખ્યું હતું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિને તમામ મુદ્દાઓ પર ત્રણ કલાક વન ટુ વન ચર્ચા કરી. સુત્રોનું કહેવું છે કે યાત્રાને અનૌપચારિક બનાવવી બંન્ને નેતાઓ વચ્ચે ઉમળકો અને સહજ સંબંધને દેખાડે છે. 

બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપારને મજબુત કરવા માટે ચર્ચા કરી છે. રાષ્ટ્રપતિ પુતિને  ભારપુર્વક જણાવ્યું કે, ભારતને રશિયાનાં નાગરિક વિમાન સેક્ટર અને રિવર ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી પર ધ્યાન આપવું જોઇએ. જેનાં કારણે આંતર્દેશીય જળમાર્ગની જરૂરિયાતોને પુરી કરી શકાય. વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી કે ભારતીય દવાઓ અને આઇટી સેક્ટરનાં માટે રશિયાના બજારો ખોલવામાં આવશે.

બંન્ને નેતાઓએ સીમા પર આતંકવાદ પર પણ ચર્ચા કરી. સુત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદી સાતે જીએસટી અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે દેશમાં કેવી રીતે જીએસટી લાગુ કર્યુ, પુતિન પણ પોતાનાં દેશમાં તેને ચાલુ કરવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news