ગેસ ગળતરથી ઓમાનમાં ચાર ગુજરાતીઓ યુવાનોના મોત, ચારેય મૃતકો સલાયાના

આ ચારેય યુવાનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહેવાસી છે. 
 

ગેસ ગળતરથી ઓમાનમાં ચાર ગુજરાતીઓ યુવાનોના મોત, ચારેય મૃતકો સલાયાના

અમદાવાદઃ ઓમાનમાં રહેતા ગુજરાતના 4 યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે. દેવભૂમી દ્વારકાના સલાયાના યુવાનોના ઓમાનના સલાલા બંદર ખાતે ગેસ ગળતર થવાના કારણે મોત થયા છે. ડૂબેલા વહાણને બહાર કાઢવાના સમયે ફૂટવોલનું ચાર લોકો રિપેરીંગ કરી રહ્યા હતા ત્યારે ગેસ ગળતર થવાના કારણે શ્વાસ ન લઇ શકવાના કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા. ઓમાનની સુરક્ષા એજન્સીઓએ ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારે સલાયા ખાતે મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે ચારેયના મૃતદેહને સલાયામાં પાછા લાવવા વેપારી મંડળ અને માછીમાર સમાજ દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news