કોણ બની શકશે ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ, ગાઈડલાઈન કરાઈ જાહેર

Gujarat BJP Organization Changes : શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે આજથી બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા.... પ્રમુખ બનવા માટે અલગ અલગ દાવેદારોએ ભર્યા ફોર્મ.. ત્યારબાદ લેવાશે દાવેદારોની સેન્સ.. 
 

કોણ બની શકશે ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ, ગાઈડલાઈન કરાઈ જાહેર

Gujarat Poltiics ગાંધીનગર : શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. 2 દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે. પ્રમુખ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે. જિલ્લા-શહેરના નિર્વિવાદિત ચહેરાઓને તક મળી શકે છે. 6 જાન્યુઆરી સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં આ નિમણૂંકો થઈ જશે. 

મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાવેદારો કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવશે. આ માટે જિલ્લા શહેરોના પ્રમુખો માટે વય મર્યાદાની સીમા રાખવામાં નથી આવી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે. 

ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગર નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઈચ્છુક કાર્યકર્તાએ તે પ્રમુખપદ ની દાવેદારી માટે નીચેના સમય, સ્થળે અને તારીખે તેમજ નીચે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે.

પ્રમુખ માટેની દાવેદારી માટે

  • વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)
  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)
  • જીલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
  • પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)
  • જે જીલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).
  • પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.

સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂંકની પ્રક્રિયા તેજ
સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂંક માટે નિરીક્ષકો આજે સુરતમાં પહોંચ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની રજૂઆતો સાંભળવાની શરૂઆત થઈ છે. નવા પ્રમુખ કોણ હશે તે વિશે તર્ક-વિતર્ક શરૂ થયા છે. હાલ સૌરાષ્ટ્ર અને સુરતની લોબીના નેતાઓ દાવેદાર બન્યા છે. ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા નેતાઓ રાકેશ શાહ, કુલદીપસિંહ સોલંકી, પંકજ દેસાઈ અને રમેશ ઉકાણી સુરતમાં પ્રમુખપદના દાવેદારોની રજૂઆતો સાંભળશે. દાવેદારોને સાંભળ્યા બાદ મોવડી મંડળને રીપોર્ટ કરશે...

જો કે, સુરતમાં નિરંજન ઝાંઝમેરા રીપિટ થવાની પ્રબળ શક્યતા છે. કારણ કે, સી. આર. પાટીલે બેઠકમાં આડકતરો ઈશારો કર્યો છે. ભાજપ કાર્યાલયની બેઠકમાં પાટીલે કહ્યું કે, મારે પણ છેલ્લા છ મહિનાથી પ્રદેશની જવાબદારીમાંથી મુક્તિ આપવાની વાત કરી છે, પરંતુ હજુ સુધી હું કામગીરી નિભાવી રહ્યો છું. આવું તમારી સાથે પણ બની શકે છે. પ્રદેશ અધ્યક્ષની આ વાત સાંભળીને સુરત શહેર ભાજપ પ્રમુખ બનવાના અરમાનો જોતા અનેક નેતાઓના મોઢા પડી ગયા હતા. જો કે, આ વચ્ચે અનેક નેતાઓએ સુરત શહેર પ્રમુખ બનવા માટે દાવેદારી કરી છે. જેમાં સૌરાષ્ટ્રવાસી એવા પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, વર્તમાન શહેર સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરીયા, સંગઠનની કામગીરીનો અનુભવ ધરાવનાર બાબુજીરાવાલા ભાજપના શહેર અધ્યક્ષ પદે દાવેદારી નોંધાવી શકે છે. તો સુરતી ચહેરાઓની વાત કરીએ ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વસ્થાયી સમિતિ અધ્યક્ષ અનીલ ગોપલાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષના અંગત વિશ્વાસુ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું નામ પણ ચર્ચા રહ્યું છે.ભાજપના વર્તમાન શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ ફરી એક વખત નવી ટર્મ માટે મેદાનમાં ઉતરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news