મેં, નરેન્દ્ર દામોદર દાસ મોદી...કેમ લેવામાં આવે છે શપથ? શું છે નિયમ? જાણો A To Z

PM Modi 3.0 Oath Ceremony: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election Results)નું પરિણામ આવી ચૂક્યું છે. નરેન્દ્ર મોદી સળંગ ત્રીજીવાર પ્રધાનમંત્રીની શપથ લેનાર છે. આવો જાણીએ કે ક્યારે છે પ્રધાનમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ, શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ થશે સામેલ, કોને મળ્યું છે આમંત્રણ, ક્યાં થશે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ, જાણો શપથ ગ્રહણ સાથે જોડાયેલી દરેક જાણકારી.
 

મેં, નરેન્દ્ર દામોદર દાસ મોદી...કેમ લેવામાં આવે છે શપથ? શું છે નિયમ? જાણો A To Z

Modi Oath Ceremony: લોકસભા ચૂંટણીનું પરિણામ ગત મંગળવાર (4 જૂન) એ આવી ચૂક્યું છે, જેમાં NDAની સરકારને 292 બેઠકો મળી, તો બીજી બાજુ  I.N.D.I.A ગઠબંધનને 234 બેઠકો મળી છે. ભાજપને એકલા હાથે આ ચૂંટણીમાં બહુમત મળ્યો નથી, પરંતુ સહયોગી પક્ષોના સમર્થનની સાથે પીએમ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ક્યારે છે મોદીનો શપથ ગ્રહણ સમારોહ
એનડીએ તરફથી સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા પસંદ કરી લેવામાં આવ્યા છે, તેની સાથે જ સરકારની રચના અને શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મોદીના શપથ ગ્રહણ સમારોહની તારીખ 8 જૂનથી બદલીને હવે 9 જૂને કાર્યકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરીથી પીએમ તરીકે શપથ લેશે અને દેશની બાગડોર સંભાળશે.

શપથ ગ્રહણ સમારોહમાં કયા દેશો ભાગ લેશે?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત દેશોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થઈ શકે છે.

શપથ ગ્રહણ માટે મોદીએ કોને આમંત્રણ આપ્યું?
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે કહ્યું કે મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી છે. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફોન પર વાતચીત દરમિયાન મોદીએ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું અને તેણે તેનો સ્વીકાર કર્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું કે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને પણ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવશે. મોદીએ 'પ્રચંડ' સાથે ફોન પર વાત પણ કરી છે.

ગુરુવારે મોકલવામાં આવશે સત્તાવાર આમંત્રણ
મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર સત્તાવાર નિમંત્રણ ગુરુવારે મોકલવામાં આવશે.

મોદી પહેલા શપથ ગ્રહણમાં કોણ થયા હતા સામેલ
પ્રધાનમંત્રીના રૂપમાં મોદી પહેલા શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેશ)ના નેતા સામેલ થયા હતા.

2019ના શપથ ગ્રહણમાં કોણ થયા હતા સામેલ
મોદી 2019માં જ્યારે સળંગ બીજીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક દેશોના નેતાઓ સામેલ થયા હતા.

2024માં કોને નથી મળ્યું આમંત્રણ
ચીન, પાકિસ્તાન અને માલદીવને સમારોહ માટે હાલ આમંત્રણ મળ્યું નથી. ના આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ક્યાં થશે શપથ ગ્રહણ સમારોહ?
સૂત્રોનું માનીએ તો 9 જૂને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના ફોરકોર્ટમાં થવાની સંભાવના છે, અહીં જ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો શપથ ગ્રહણ સમારોહ થશે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

શપથ કેમ લેવા જરૂરી છે?
ભારતના સંવિધાનની ત્રીજી અનુસૂચી અનુસાર, પ્રધાનમંત્રીને કાર્યાલયમાં પ્રવેશ કર્યા પહેલા ભારતના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પદ અને ગોપનીયતાની શપથ લેવી અને હસ્તાક્ષર કરવા જરૂરી છે. પદ અને ગોપનીયતાની શપથ લીધા બાદ પ્રધાનમંત્રી સંવૈધાનિક પરિપત્ર પર સહી કરે છે. આ ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે, જે રાષ્ટ્રપતિ દ્વારા સુરક્ષિત રાખવામાં આવે ચે. જોકે, દેશની લોકતાંત્રિક વ્યવસ્થાનો આ એક સંવૈધાનિક દસ્તાવેજ હોય છે, જે હંમેશાં સુરક્ષિત રહે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી પોતાનું કામ સરૂ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news