Jammu and Kashmir: આર્ટિકલ 370 હટવાના બે વર્ષ પૂરા, જમ્મુ-કાશ્મીરમાં થયા છે આ મોટા ફેરફાર
કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં ભાગલા પાડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. એટલે કે આજે ગુરૂવારે આ ઐતિહાસિક પગલાના બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે.
Trending Photos
જમ્મુ-કાશ્મીરઃ આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની બીજી વર્ષગાંઠ છે. આજના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટ 2019ના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો આર્ટિકલ-370 નિષ્પ્રભાવી કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં ભાગલા પાડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. એટલે કે આજે ગુરૂવારે આ ઐતિહાસિક પગલાના બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી ઘણી જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેન્દ્ર શાસિત રાજ્યની સ્થિતિમાં અનેક પરિવર્તન આવી ગયા છે. આવો તેમાંથઈ કેટલાક પાસા પર નજર કરીએ અને તેને સમજીએ.
1. સ્થાનીક નિવાસીનો દરજ્જો
જમ્મુ-કાશ્મીરમાં સ્થાનીક નિવાસી બનવાના નિયમોમાં ફેરફાર કરતા બીજા રાજ્યોના એવા પુરૂષોને ત્યાંના સ્થાનીક નિવાસી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેણે જમ્મુ-કાશ્મીરની યુવતી સાથે લગ્ન કર્યા હોય. અત્યાર સુધી આવા મામલામાં મહિલાના પતિ અને બાળકોને જમ્મુ-કાશ્મીરના સ્થાનીક નિવાસી માનવામાં આવતા નહતા.
2. જમીનની ખરીદી સંભવ
કેન્દ્ર સરકારે ઘાટીથી બહારના લોકોને કાશ્મીરમાં બિન કૃષિ યોગ્ય જમીન ખરીદવાની મંજૂરી આપી છે. પહેલા માત્ર જમ્મુ-કાશ્મીરના લોકો આમ કરી શકતા હતા.
3. સરકારી ઇમારતો પર તિરંગો
2019માં આર્ટિકલ 370 હટ્યાના 20 દિવસ બાદ શ્રીનગર સચિવાલયમાં જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી તિરંગો ફકરાવવામાં આવ્યો. બધા સરકારી કાર્યાલયો અને બંધારણીય સંસ્થાઓ પર પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની શરૂઆત થઈ.
4. પથ્થરબાજોને પાસપોર્ટ નહીં
હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે આદેશ જારી કર્યો કે પથ્થરમારો અને બીજી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ લોકોને પાસપોર્ટ આપવામાં આવશે નહીં.સરકારી નિમણૂંકમાં સુરક્ષા એજન્સીઓ તેને લીલી ઝંડી આપશે નહીં.
5. સત્તાનું વિકેન્દ્રીકરણ
જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો પરત લીધા બાદ કેન્દ્ર સરકારે ત્યાંની સત્તાના વિકેન્દ્રીકરણના પ્રયાસ કર્યા. તે હેઠળ પંચાયત અને પછી બીડીસી ચૂંટણી કરાવી.
6. ગુપકાર ગઠંબધનનો ઉદય
જમ્મુ-કાશ્મીરમાં જે દળ એકબીજાના વિરોધમાં રાજનીતિ કરતા હતા, હવે તે ગુપકાર ગઠબંધન હેઠળ એક સાથે છે. તેમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જેવી પાર્ટીઓ સામેલ છે, જેણે સાથે મળી ચૂંટણી લડી.
7. શેખ અબ્દુલ્લાના જન્મદિવસની ઉજવણી નહીં
દર વર્ષે પાંચ ડિસેમ્બરે શેખ અબ્દુલ્લાના જન્મદિવસને જાહેર રજાના રૂપમાં ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ 2019થી આ પ્રથા બંધ થઈ છે. આ હેઠળ શેખ અબ્દુલ્લાના નામવાળી અનેક સરકારી ઇમારતોના નામ બદલી નાખવામાં આવ્યા.
હવે થશે પરિસીમન
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ક્ષેત્રનું પરિસીમન થઈ રહ્યું છે, જેનાથી ઘાટીમાં આવનારી સાત સીટો જમ્મુમાં જવાની સંભાવના છે. તેનાથી પ્રદેશની રાજનીતિ પર વ્યાપક અસર પડશે. આ સમયે પરિસીમન પંચની પ્રક્રિયા જારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે