IL&FS ના ટોપ અધિકારીઓએ પોતે VIP સેવા લીધી બદલામા સંસ્થા (દેશ) વેચ્યા !

ગંભીર ગોટાળાઓની તપાસ કરતા કાર્યાલયની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે, જે વાંચી સામાન્ય નાગરિકનુ લોહી ઉકળી ઉઠશે

IL&FS ના ટોપ અધિકારીઓએ પોતે VIP સેવા લીધી બદલામા સંસ્થા (દેશ) વેચ્યા !

નવી દિલ્હી : વિદેશ ગમન, ખાનગી વિમાનથી પર્યટન, હેલિકોપ્ટરની સવારી અને અન્ય બીજા દેશમાં પોતાનાં મકાનોની આંતરિક સાજ-સજ્જા આ તમામ સુવિધાઓ લાંચ IL&FSનાં પૂર્વ અધિકારીઓએ ઝડપથી લોન પાસ કરવાની અવેજમાં લીધી હતી. આ મુદ્દે તપાસ કરતા ખબર પડી કે આઇએલએન્ડ એફએસનાં મેનેજમેન્ટ લેવલનાં અધિકારીઓ લાંચ લઇને દેવાની વસુલીને પણ ટાળી દેતા હતા. 

લોકસભામાં શરમજનક પરાજય અંગે દેવગૌડાએ કહ્યું અમારો પરાજય થયો તે સારુ થયું !
સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફીસ (એસએફઆઇઓ)ની તપાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ (આઇએલએન્ડ એફએસ)ની નોન બૈંકિંગ ફાઇનાન્શિયલ આર્મ આએલએન્ડએફએસ ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિ. (આઇએફઆઇએન) ના મોટા મોટા અધિકારીઓ એક પછી એક મોટા ખુલાસાઓ કરી રહ્યા છે. 

ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ
શિવગ્રુપ સાથે હતી મિલીભગત
આઇએલએન્ડએફએસનાં વરિષ્ઠ અધિકારીઓ અને શિવ ગ્રુપના ચેરમેન સી.શિવશંકરણની વચ્ચે ઇ મેઇલ્સ સાથે થયેલી વાતચીતમાં બંન્નેની મિલીભગતનો ખુલાસો થયો છે. તપાસ અધિકારીઓના અનુસાર આ જ મિલીભગતના કારણે આ ગ્રુપને સતત લોન મળતી રહે અને વસુલી ટાળવામાં આવતી રહી. એસએફઆઇએન મુદ્દે તપાસમાં એસએફઆઇઓએ જોયું કે કંપનીનાં શિવ ગ્રુપને 15 વખત લોન આપી કે પછી તેના ડિબેન્ચર્સમાં રોકાણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે, શઇવ ગ્રુપે આ 15માંથી માત્ર 4 લોન જ ચુકવી છે. 

આ પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા તૈયાર છું
આ કંપનીઓને વારંવાર લોન આપી
એસએફઆઇએનએ પોતાનાં ગ્રુપની કંપનીઓ ઉપરાંત અનેક વખત બાહ્ય કંપનીઓને દેવુ વહેંચવા અને દેવુ નહી ચુકવવામાં આવવા છતા પણ વારંવાર દેવું આપવામાં આવતું રહ્યું. જે બાહ્ય કંપનીઓને લોન વહેંચવામાં આવી, તેમાં એજીબી, એ2જેડ, પાર્શ્વનાથ, ફ્લેમિંગો અને અન્ય જુથોનો સમાવેશ થાય છે. આ કંપનીઓ માટે પહેલા લેવાયેલ લોન યોગ્ય સમયે રિપેમેન્ટ નહોતી કરી તેમ છતા પણ વારંવાર લોન માટે અરજી કરતી રહી અને તેમને લોન પણ મળતી રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news