પશ્વિમ બંગાળ હવે બાંગ્લા નામથી ઓળખાશે, વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળનું નામ બદલ્યું છે. હવેથી બાંગ્લા કહેવાશે. વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર કરાયો છે અને સહમતિ માટે કેન્દ્રને મોકલાશે. 

પશ્વિમ બંગાળ હવે બાંગ્લા નામથી ઓળખાશે, વિધાનસભામાં પ્રસ્તાવ પસાર

કોલકત્તા : પશ્વિમ બંગાળ હવે બાંગ્લા બનવા જઇ રહ્યું છે. રાજ્ય સરકારે આ અંગેનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરી દીધો છે અને સહમતિ માટે કેન્દ્ર સરકારને મોકલાશે. આ સાથે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે દરેક ભાષામાં આ બાંગ્લા જ કહેવાશે. બે વર્ષ પહેલા મમતા બેનર્જીએ નામ બદલવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગળ વધી શક્યા ન હતા. 

વાસ્તવમાં તૃણમુલ કોંગ્રેસ સરકારે અલગ અલગ ભાષામાં રાજ્યના ત્રણ નામ સુચવ્યા હતા. બંગાળી ભાષામાં બાંગ્લા, હિન્દીમાં બંગાલ અને અંગ્રેજીમાં Bengal નામનો પ્રસ્તાવ રાજ્ય સરકારે આપ્યો હતો. પરંતુ એ બાદ કેન્દ્ર સરકારે એકરૂપતાના આધારે નામ રાખવાનું સુચન મોકલ્યું હતું. જે તર્જ પર નવા નામ બાંગ્લા અંગેનો પ્રસ્તાવ પસાર કરાયો છે. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નામ બદલવાનો વિચાર એ વખતે રજૂ કર્યો હતો કે રાજ્યોની યાદીમાં પશ્વિમ બંગાળનું નામ સૌથી નીચે આવતું હતું. જેને કારણે બેઠકોમાં મુખ્યમંત્રીને બોલવાનો નંબર સૌથી છેલ્લે આવતો કે ક્યારેક તો આવતો જ નહીં. 

અહીં નોંધનિય છે કે, અત્યારે બાંગ્લા ભાષામાં રાજ્યનું નામ પશ્વિમ બંગ કે પશ્વિમ બાંગ્લા છે. આ પહેલા બુધ્ધદેવ ભટ્ટાચાર્યના વડપણવાળી પૂર્વવર્તી ડાબેરી મોરચાની સરકારે આ પહેલા નામ બદલીને પશ્વિમ બંગ રાખવાની ભલામણ કરી હતી. જોકે આ મુદ્દે છેવટે સહમતિ સધાઇ ન હતી. 

1947માં આઝાદી અને દેશના વિભાજન બાદ બંગાલ પ્રાંતનું પણ વિભાજન થયું હતું. જે ભાગ ભારત સાથે રહ્યો એને પશ્વિમ બંગાળ અને જે ભાગ પાકિસ્તાનમાં ગયો એ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાવા લાગ્યો. પૂર્વી પાકિસ્તાનનો એ ભાગ આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news