West Bengal: બોમ્બ હુમલામાં મંત્રી Jakir Hossain ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો VIDEO આવ્યો સામે
પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ છે.પશ્ચિમ બંગાળમાં મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
Trending Photos
કોલકાતા:પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભાની ચૂંટણી પહેલા હવે રક્તરંજીત રાજનીતિ શરૂ થઈ છે.પશ્ચિમ બંગાળમાં મમતાના બેનર્જીના મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર બોમ્બથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં રાજ્યમંત્રી ઝાકિર હુસૈન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંગાળના મંત્રી ઝાકિર હુસૈનને જંગીપુર અનુમંડલીય હોસ્પિટલથી આજે સવારે કોલકાતા સ્થિત સરકારી હોસ્પિટલ SSKM માં શિફ્ટ કરાયા છે. તેમને હોસ્પિટલના ટ્રોમા કેર ડિપાર્ટમેન્ટમાં દાખલ કરાયા છે. બીજી બાજુ જીઆરપીએ બંગાળના મંત્રી ઝાકિર હુસૈન પર બોમ્બ હુમલા મામલે કેસ દાખલ કર્યો છે. જાણકારી મેળવવામાં આવશે કે બોમ્બ પહેલા લગાવવામાં આવ્યો હતો કે પછી તે સમયે ફેંકાયો. FSL ના અધિકારી ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ બુધવારે રાતે મુર્શિદાબાદ જિલ્લાના નિમટિટા રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 2 પર મંત્રીજી (Jakir Hossain) પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રાત્રે 10 વાગ્યે તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા જંગીપુરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ઝાકિર હુસૈન અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંત્રી ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા હતા. પાંચ ગંભીર રીતે ઘાયલ લોકોને કોલકાતા શિફ્ટ કરાયા છે.
ઘટનાનો વીડિયો સામે આવ્યો
મંત્રી ઝાકિર હુસૈન (Jakir Hossain) પર જ્યારે બોમ્બથી હુમલો (Bomb Attack) થયો તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI એ શેર કર્યો છે.
#WATCH: WB Minister Jakir Hossain injured after unidentified persons hurled a bomb at him at Nimtita railway station, Murshidabad y'day.
Murshidabad Medical College Superintendent says that he's stable & out of danger, one hand & leg injured.
(Amateur video, source unconfirmed) pic.twitter.com/ih7DLHAWLq
— ANI (@ANI) February 18, 2021
ટીએમસીમાં આંતરિક વિખવાદ?
હોસ્પિટલમાં એક અધિકારીએ જણાવ્યું કે મંત્રીને પગ અને પેટના નીચેના ભાગમાં ઈજાઓ થઈ છે. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા અને વરિષ્ઠ મંત્રી મલય ઘટકે આ હુમલા માટે પાર્ટીના રાજનીતિક પ્રતિદ્વંદ્વીઓને જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે તૃણમૂલથી નિષ્કાષિત કરાયેલ અને મુર્શિદાબાદ જિલ્લા પરિષદના સભાધિપતિ મુશર્રફ હુસૈને દાવો કર્યો છે કે આ હુમલો પાર્ટીના આંતરિક વિખવાદનું પરિણામ છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થવાની છે. તે અગાઉ રાજનીતિક ગરમાવો ચરમસીમાએ છે. એક બાજુ ટીએમસી કાર્યકરો પર સતત સંઘ અને ભાજપ કાર્યકરો પર હુમલાના આરોપ લાગી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટીએમસી નેતા અને સરકારમાં મંત્રી પર હુમલાની આ ઘટનાએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે.
અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળના પ્રવાસે
હુમલા બાદ મમતા બેનર્જીના ઘર પર સુરક્ષા વધારવામાં આવી છે.મહત્વનું છે આજથી બે દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ પણ પશ્ચિમ બંગાળ (West Bengal) ના પ્રવાસે છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ પુરજોશમાં પ્રચાર વચ્ચે હવે રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ જે.પી. નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો હતો.તો હવે મમતાના મંત્રી પર બોમ્બ હુમલાથી દહેશતનો માહોલ છવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે