કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', આગચંપી, પથ્થરમારાના બનાવ

આગામી 19મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019 માટેના છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પોતાની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્યો. રોડ શો  દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ  કર્યો. 

કોલકાતા: અમિત શાહના રોડ શોમાં TMC સમર્થકોની 'ગુંડાગીરી', આગચંપી, પથ્થરમારાના બનાવ

કોલકાતા: આગામી 19મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019 માટેના છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પોતાની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્યો. રોડ શો  દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી વિદ્યાર્થી પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ  કર્યો. 

રોડ શો દરમિયાન કેટલાક સ્થળો પર આગચંપીના પણ અહેવાલ છે. પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીને પોતાની હાર દેખાઈ રહી છે. ભાજપનું કહેવું છે કે હારના ડરથી ટીએમસી હિંસાનો આશરો લઈ રહી છે. ભાજપે કહ્યું કે મમતા હારથી બચવા માટે છેલ્લી કોશિશ કરી રહ્યાં છે. 

ભાજપનું કહેવું છે કે મમતાના ષડયંત્રને પૂરું થવા દઈશું નહીં. મમતા ગમે તે કરી લે, બંગાળ નહીં જીતી શકે. રોડ શો દરમિયાન કેટલાક લોકોએ પથ્થરો ફેંક્યા. ભાજપનો આરોપ છે કે રોડ શો દરમિયાન ચાર હુમલા કરાયા.

આ બાજુ આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "હારના ડરથી મમતાએ હિંસા કરાવી. મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો  થઈ શકે નહીં. મમતા હારના ડરથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. ચૂંટણી પંચ મૂક દર્શક બનીને બેઠું છે. હિસ્ટ્રી શીટર  ખુલ્લે આમ ઘૂમી રહ્યાં છે."

જુઓ LIVE TV

ભાજપ અધ્યક્ષના કાફલાની આગળ રાજ્ય અને દેશના વિભિન્ન ભાગની સંસ્કૃતિઓને પ્રદર્શિત કરતી ઝાંખીઓ ચાલી રહી હતી. ભાજપના ઝંડા લહેરાવતા પાર્ટીના સમર્થકો 'જય શ્રીરામ', 'નરેન્દ્ર મોદી જીંદાબાદ' અને 'અમિત શાહ જીંદાબાદ'ના નારા બોલતા પણ સાંભળવામાં આવ્યાં હતાં. રોડ શોમાં ભગવાન રામ અને હનુમાનની જેમ સજેલા ધજેલા લોકો પણ જોવા મળ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news