Weather Report: આગામી 5 દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, 40 ડિગ્રીને પાર જશે પારો, IMD નું એલર્ટ

Weather Updates Today: ગરમીની સિઝનમાં લૂએ પરેશાની વધુ વધારી દીધી છે. લોકોને તડકામાં ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હીથી લઇને બંગાળ સુધી પારો ચઢી રહ્યો છે. 

Weather Report: આગામી 5 દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, 40 ડિગ્રીને પાર જશે પારો, IMD નું એલર્ટ

Weather Updates 23 Arpil 2024: ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. એકતરફ પારો ચઢી રહ્યો છે તો બીજી તરફ લૂ (Heat Wave) પણ થપેડા મારી રહી છે. હવામન વિભાગના અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લૂનો આતંક જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ હીટવેવ ચાલુ રહેશે. પશ્વિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લૂ પરેશાન કરી શકે છે. આ મહિનામાં બીજી વખત થનાર છે. પંજાબ-હરિયાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. આવો જાણીએ આગામી 4-5 દિવસ હવામાન કેવું રહેશે. 

પંજાબ-હરિયાણામાં વરસાદના અણસાર (Punjab-Haryana Weather)
સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 24 કલકમાં 23 થી 26 એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલીકા જગ્યાએ હિમવર્ષાની પણ સંભાવના છે. આ ઉપરાંત આજે ઉત્તરી પંજાબ અને ઉત્તરી હરિયાણામાં હળવો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને વિજળી સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

યૂપી બિહારમાં કેવું રહેશે હવામાન (UP-Bihar Weather)
જાણી લો કે 23 થી 24 એપ્રિલ વચ્ચે નોર્થ-ઇસ્ટ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 23 થી 26 એપ્રિલની વચ્ચે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તર કોંકણ અને ગોવામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, 23 થી 24 એપ્રિલની વચ્ચે આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં વધશે ગરમી (Madhya Pradesh Weather)
હવામાન વિભાગના અનુસાર 15 એપ્રિલથી ઓડિશામાં અને 17 એપ્રિલથી વેસ્ટ બંગાળમાં ગંગા કિનારા વિસ્તારોમાં લૂ પરેશાન કરી રહી છે. તો બીજી તરફ કોસ્ટલ આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં High Humidity લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં આજે રાત્રે તાપમાન ખૂબ ઉંચુ રહેવાની શક્યતા છે. રાત્રે ઉંચુ તાપમાન ખતરનાક માનવામાં આવે છે કારણ કે શરીરને ઠંડુ થવાની તક મળતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news