તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસર

Weather Forecast 6 May 2023:  આ વર્ષે હવામાન સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે.

તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસર

Weather Forecast 6 May 2023:  આ વર્ષે હવામાન સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે. આગામી સપ્તાહ દરમિયાન ગમે ત્યારે પ્રી મોનસૂન સીઝનનું પહેલું ચક્રવાત આવી શકે છે. જો કે તેના સંભવિત ટ્રેક અને તીવ્રતા પર હાલ કોઈ પણ ટિપ્પણી કરવી ઉતાવળ રહેશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ 5મી મેના રોજ દક્ષિણ આંદમાન સાગર ઉપર એક વ્યાપક ચક્રવાત પવનોનું ક્ષેત્ર બનેલું છે. તેના 6-7 મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રના રૂપમાં સમુદ્રમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

પૂર્વી રાજ્યો પર તોફાનનો ઓછાયો
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી દિવસે એટલે કે 8મી મેના રોજ રાતે ચક્રવાતી તોફાન પોતાનું રૌદ્ર સ્વરૂપ  ધારણ કરી શકે છે. આ તોફાન કઈ દિશામાં આગળ વધશે અને તેની સ્પીડ કેવી રહેશે તે અંગે કશું સ્પષ્ટ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે 7મી મે સુધીમાં સ્થિતિ કઈક સ્પષ્ટ થઈ શકશે. ત્યારબાદ જ તોફાનને પહોંચી વળવા અંગે અલર્ટ જાહેર કરાશે. તેના પગલે દેશના પૂર્વી રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને પશ્ચિમ  બંગાળમાં જોરદાર વરસાદ વરસી શકે છે. 

શુક્રવારે આ રાજ્યોમાં પડ્યો વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને ધૂળવાળી આંધી જોવા મળી. આ સાથે જ આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તલંગણાના કાંઠાના વિસ્તારો, ઓડિશામાં કેટલાક સ્થળોએ તથા ઝારખંડ અને બિહારમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળ્યો. જ્યારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મરાઠાવાડા, દક્ષિણ કર્ણાટક, ઉત્તર પંજાબ, સિક્કિમ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડ્યો. 

આગામી 24 કલાકમાં આવું રહેશે હવામાન
જો આગામી 24 કલાકની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં દિવસનું તાપમાન ધીરે ધીરે વધી શકે છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં, તેલંગણા, અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પશ્ચિમ હિમાલય પર એક કે બે જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news