અમિત શાહે કરી મોટી વાત, કહ્યું- સ્વામી વિવેકાનંદે જેવી કલ્પના કરી હતી, એવું ભારત બનાવીશું

અમિત શાહે કરી મોટી વાત, કહ્યું- સ્વામી વિવેકાનંદે જેવી કલ્પના કરી હતી, એવું ભારત બનાવીશું

નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય મહાધિવેશનની શરૂઆત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિરંગો ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ દરમિયાન ભાજપનું ટોચનું નેતૃત્વ હાજર રહ્યું હતું. આ બેઠકમાં પાર્ટીના 'મિશન 2019'ની શરૂઆત કરવામાં આવી હતી. અધિવેશન દરમિયાન દેશભરમાંથી આવેલા પક્ષના કાર્યકર્તાઓને વિજય માટેની રણનીતિ પણ શિખવાડમાં આવશે. બે દિવસ સુધી ચાલી રહેલી પરિષદને શુક્રવારે અમિત શાહે સંબોધિત કરી હતી. અમિત શાહે જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદે જેવા ભારતની કલ્પના કરી હતી એવું ભારત બનાવીશું.  

અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મધ્યમ અને નાના વેપારીઓ માટે બહુ મોટો નિર્ણય લીધો છે. જે વેપારીઓ 1.5 કરોડના ટર્નઓવરનું કમ્પોઝિશન પ્લાન સ્વીકારે છે તેમણે હવે માત્ર 1 ટકા ટેક્સ જ ભરવાનો રહેશે. સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદી જેટલો પ્રખ્યાત નેતા કોઈ નથી. હું ઉત્તરપ્રદેશ યુનિટના સંપર્કમાં છું અને વિશ્વાસપૂર્વક કહી શકું છું કે પાર્ટી આ વખતે 74 બેઠક જીતશે અને 72 કરતા ઓછી તો નહીં જ થાય. 

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પરાજય બાદ ભાજપની આ કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે વિરોધ પક્ષે સરકારને રાફેલ, ખેડૂત, બેરોજગારી સહિત અનેક મુદ્દાઓ પર ઘેરી રાખેલી છે. આથી, આ પરિષદમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિજયની ફોર્મ્યુલા નક્કી કરવા માટે મનોમંથન કરવામાં આવશે. 

પક્ષના મહાસચિવ અનિલ જૈને જણાવ્યું કે, 'ભાજપના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદ છે. તેમાં મંડળ સ્તરના કાર્યકર્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. બેઠકમાં પાર્ટી દ્વારા 'વિજય અભિયાન'ની શરૂઆત કરવામાં આવશે. બેઠકમાં દરેક લોકસભા વિસ્તારના 10 મુખ્ય નેતા ભાગ લઈ રહ્યા છે.'

ભાજપની રામલીલા મેદાનમાં શરૂ થયેલી આ બેઠકમાં તમામ સાંસદો, ધારાસભ્યો, પરિષદના સભ્યો, જિલ્લા અધ્યક્ષો અને મહામંત્રીઓ સાથે દરેક વિસ્તારના વિસ્તારકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી સહિતના વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવે એવી સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણ આપસે, જેમાં કાર્યકર્તાઓ માટે એક સંદોશો પણ રહેશે. ઉદ્ઘાટન ભાષણ અમિત શાહે કર્યું હતું. 

રામલીલા મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસ સુધી હાજર રહેવાના હોવાને કારણે મેદાનની પાછળના ભાગમાં અસ્થાયી વડા પ્રધાન કાર્યાલય અને અમિત શાહ માટે પણ અસ્થાયી કાર્યાલય બનાવાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news